

આધુનિક યુગમાં લોકોની માનસિકતા પણ બદલાતી જાય છે. જેમાં હોસ્ટેલ, શાળા -કોલેજોમાં રેગિંગની ઘટના સામાન્ય બનતી જાય છે. તેમાં સામાન્ય મજાક મસ્તી પુરતી વાત હોય તો સમજી શકાય છે. પણ ગંભીર રીતે કોઇને હાની પહોંચે તે ક્યારેય સાખી લેવામાં આવતુ નથી. જેમાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં પીજી મેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષના સીનિયર રેસિડેન્સ ડોક્ટરો અને પીજી સ્ટુડન્ટ્સ સામે કરાયેલી રેગિંગની ફરિયાદ મુદ્દે કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ સુનાવણી હાથ ધરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ ફ્લાવર શોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે, જાણો તેની ટિકિટ અને પ્રવેશ માટે ના નિયમો
એક રેસિડેન્ટ ડોક્ટરને 2 ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે કમિટીની સુનાવણી ત્રણથી ચાર કલાક ચાલી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓ પીજી રેસિડેન્સ ડોક્ટરોના નિવેદનો લેવાયા હતાં અને કમિટીએ પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ હોવાનું નોંધ્યું હતુ. આ ઘટનામાં કમિટીએ તપાસ બાદ રેગિંગ કરનાર રેસિડેન્ટ ડોક્ટર પૈકી 2 ડોક્ટરને 3 ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટરને 2 ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધી: હેલ્થ પરમિટની સંખ્યાનો આંકડો જાણી રહેશો દંગ
એન્ટિ રેગિંગ કમિટીની મીટિંગમાં નિર્ણય લેવાયો
બીજે મેડિકલ કોલેજમાં પીજી મેડિકલમાં ઓર્થોપેડિક બ્રાંચમાં અભ્યાસ કરતાં પ્રથમ વર્ષના છ વિદ્યાર્થીઓએ ત્રીજા વર્ષના ત્રણ સીનિયર રેસિડેન્સ ડોક્ટરો સામે માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હોવાની અને રેગિંગની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઓર્થોપેડિકના એચઓડીને ફરિયાદ કરાયા બાદ પીજી ડાયરેક્ટરને પણ ફરિયાદ ફોરવર્ડ કરાઈ હતી અને નિયમ મુજબ ગઈકાલે એન્ટિ રેગિંગ કમિટીની મીટિંગ મળી હતી.
આ પણ વાંચો: લો બોલો, AMCનું રૂ. 21,708 કરોડનું બજેટ વપરાયું જ નથી
હર્ષ સુરેજા નામના સ્ટુડન્ટે રેગિંગ કર્યું હોવાની કબૂલાત કરી
રેગિંગ કરનાર ત્રણ પૈકી હર્ષ સુરેજા નામના સ્ટુડન્ટે રેગિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી અને ભવિષ્યમાં આ પ્રકારેની ભૂલ નહીં થાય તેવી બાયધરી આપી હતી. જ્યારે જયેશ ઠુમમર અને ધવલ માકડિયાએ કબૂલાત નહોતી કરી. જયેશ ઠુમ્મર અને ધવલ માંકડિયાને 3 ટર્મ એટલે દોઢ વર્ષ માટે અને હર્ષ સુરેજાને 2 ટર્મ એટલે 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કર્યા બાદ ફરીથી જ્યારે ત્રણેય ડોક્ટર રિજોઈન કરશે, ત્યારે તેમની પાસેથી ડિપાર્ટમેન્ટનું ગુડ સર્ટિફિકેટ લેવામાં આવશે.