- શ્વાસની બીમારીઓનું પ્રમાણ વધે તેવી નિષ્ણાંતો ચિંતા વ્યક્ત કરી
- અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં અશુદ્ધ હવા
- પોષ વિસ્તાર નવરંગપુરાની હવા પીરાણા કરતા પણ વધુ પ્રદુષિત
છેલ્લા ઘણા સમયથી અમદાવાદની હવામાં પ્રદૂષણની માત્રા વધી રહી છે. શુદ્ધ હવા જ શહેરીજનોને મળી રહી નથી. આ માટે વાહનો, ધુમાડા ઓક્તી ફેક્ટરીઓ જવાબદાર છે. રાજ્યના અમદાવાદમાં પ્રદુષણ એ હદે વધ્યું છે કે એર ક્વોલિટી નીચલા સ્તરે પહોંચી ગઈ છે.
અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં અશુદ્ધ હવા
અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં અશુદ્ધ હવા છે. જેમાં ફેક્ટરીઓના કેમિકલ-ધુમાડાથી હવા અશુદ્ધ બની રહી છે. ત્યારે શહેરના રખિયાલમાં સૌથી વધુ ખરાબ હવા છે. તથા રખિયાલ વિસ્તારમાં AQI 312એ પહોંચ્યું છે. જેમાં પોષ વિસ્તાર નવરંગપુરાની હવા પીરાણા કરતા પણ વધુ પ્રદુષિત બની છે. નવરંગપુરામાં 245 AQI જ્યારે પીરણમાં 210 AQI છે. શહેરના પોશ વિસ્તાર એવા નવરંગપુરામાં પણ પ્રદુષિત હવામાં શ્વાસ લેવામાં લોકો મજબૂર બન્યા છે.
શ્વાસની બીમારીઓનું પ્રમાણ વધે તેવી નિષ્ણાંતો ચિંતા વ્યક્ત કરી
વાયુ પ્રદુષણના કારણે શ્વાસની બીમારીઓનું પ્રમાણ વધે તેવી નિષ્ણાંતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ દિવાળીના તહેવારો દરમ્યાન ફટાકડા ફૂટવાને કારણે હવા વધુ પ્રદૂષિત થશે તો શ્વાસ લેવું વધારે મુશ્કેલ બની જશે. દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા હવે નીચલી કક્ષાએ પહોંચી ગઈ છે. જે ઇન્ડેક્સનું છેલ્લું સ્તર છે, જેના કારણે નાગરિકોને ગંભીર આરોગ્ય સમસ્યાઓ થઇ શકે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) રવિવારે 454 ને સ્પર્શ્યો, કેન્દ્ર સરકારને હવાના પ્રદૂષણના સ્તરને કોઈપણ નવા સ્તરે વધવાથી રોકવા માટે તમામ સંભવિત પગલાં લાદવા માટે સંકેત આપ્યો છે.