ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના 123 ટ્રાફિક સિગ્નલો બપોરે બંધ રહેશે, જે ચાલુ હશે તેનો સમય ઘટાડવામાં આવ્યો

Text To Speech

અમદાવાદઃ શહેરમાં કાઝઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદીઓને ઠંડક આપે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસના અધિકારીઓની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નક્કી કરવામાં આવ્યું છે. સમગ્ર અમદાવાદના 123 જેટલા સિગ્નલો બપોરના સમયે બંધ રાખવામાં આવશે. જેથી અમદાવાદીઓને તડકામાં શેકાવું પડશે નહીં.

આ ઉપરાંત જે ટ્રાફિક સિગ્નલો ચાલુ હશે તેનો સમય ઘટાડવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જે સિગ્નલનો સમય 1 મિનિટનો હશે તેને ઘટાડીને 30થી 40 સેકન્ડ સુધી કરવામાં આવશે. આ સાથે તમામ ટ્રાફિક સિગ્નલના ટાઇમિંગ ઘટાડવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને સત્તા આપી કયા સિગ્નલ ચાલુ રાખવા અને કયા બંધ રાખવા તે જણાવવામાં આવ્યું છે. જ્યાં સુધી ગરમીનો પારો નીચો નહીં આવે ત્યાં સુધી આ રીતે જ નિર્ણયનો અમલ ચાલુ રહેશે.

શનિવાર-રવિવારનો સિગ્નલ પ્રયોગ સફળ
શનિવારથી આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં 2 દિવસ પ્રયોગ કર્યો હતો. જેમાં સફળતા મળી છે, જે બાદ આજે ટ્રાફિક પોલીસના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં આ પણ નિર્ણય યથાવત જ રહ્યો છે. હવે 123 ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રહેશે. 57 સિગ્નલ ચાલુ રહેશે. પ્રાયોગિક ધોરણે શનિ અને રવિવારે 60 સિગ્નલને બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી હિટવેવને પગલે બંધ રાખવામાં આવ્યા હતા.

સિગ્નલ ચાલુઃ અહીં થોભવું પડશે
ઉમિયા હોલ
પ્રભાત ચોક
દાદા સાહેબના પગલા
વિજય ચાર રસ્તા
ગુલબાઈ ટેકરા
શાસ્ત્રીનગર
ઉસ્માનપુરા
ડિલાઇટ ચાર રસ્તા
મેમ્કો ચાર રસ્તા
કાલુપુર સર્કલ
પ્રેમ દરવાજા
વિક્ટોરિયા ગાર્ડન
રાયખડ
ડફનાળા
દિનેશ ચેમ્બર
દાણીલીમડા
એસટી સર્કલ
રાયપુર ચાર રસ્તા
ભુલાભાઈ ચાર રસ્તા
દિલ્હી દરવાજા
વિશાલા
જીવરાજ પાર્ક
નહેરુબ્રિજ
કલગી સર્કલ
એલિસબ્રિજ
પંચવટી
પરિમલ
આંબાવાડી
પાંજરાપોળ
માણેકબાગ
નહેરુનગર
રામદેવનગર
જોધપુર
શિવરંજની
મહાલક્ષ્મી ચાર રસ્તા
પાલડી ચાર રસ્તા
એનઆઇડી સર્કલ
શ્યામલ ચાર રસ્તા
વાયએમસીએ
પ્રહલાદનગર
કર્ણાવતી
ઇસ્કોન-પકવાન

સિગ્નલ બંધઃ પ્રાયોગિક ધોરણે બે દિવસ અમલ કર્યા પછી નિર્ણય
સત્તાધાર ચાર રસ્તા,
સુરધારા ચાર રસ્તા,
સાંઇબાબા ચાર રસ્તા,
એનએફડી સર્કલ,
જજીસ બંગલો
માનસી સર્કલ
કેશવબાગ
અંધજન મંડળ
હેલમેટ સર્કલ
એઇસી
શહીદ ચોક
સુભાષ ચોક
ઇન્કમટેક્સ
બુટાસિંગ
નવરંગપુરા ચાર રસ્તા
ચકલી સર્કલ
સ્ટેડિયમ પાંચ રસ્તા
સ્વસ્તિક ચાર રસ્તા
ગિરીશ ચાર રસ્તા
સરદાર પટેલા બાવલા
સમર્પણ સર્કલ
જીબોડીલાઇન
હિરાવાડી ચાર રસ્તા
નિર્મળપુરા ચાર રસ્તા
જમાલપુર ચાર રસ્તા
આસ્ટોડિયા દરવાજા
ખમાસા ચાર રસ્તા
ઢાળની પોળ
કાલુપુર ઇનગેટ
ઘી કાંટા ચાર રસ્તા
રૂપાલી
રિલીફ
ઇન્દિરાબ્રિજ
કૃષ્ણનગર
બાપુનગર ચાર રસ્તા
રખિયાલ ચાર રસ્તા
નાગરવેલ ચાર રસ્તા
હાટકેશ્વર ચાર રસ્તા
સીટીએમ
સોનીની ચાલી
વિરાટનગર
ઓઢવ
ખોડિયારનગર
નિકોલ ચાર રસ્તા
વસ્ત્રાલ ચાર રસ્તા
નારોલ સર્કલ
પિરાણા
ઇસનપુર
જશોદાનગર
ઘોડાસર
રામબાગ ચાર રસ્તા
મણિનગર ચાર રસ્તા
મણિનગર ક્રોસિંગ
દક્ષિણી ક્રોસિંગ
શાહઆલમ
અપ્સરા
ફૂટબોલ ગ્રાઉન્ડ
કાંકરિયા ગેટ નં.3
હિરાભાઈ ટાવર
જયમાલા
બલોલનગર વિસત
ચાંદખેડા
ન્યૂ સી.જી. રોડ
દધીચી બ્રિજ
દૂધેશ્વર
રાહુલ ટાવર
આનંદનગર
પ્રહલાદનગર
હેબતપુર
સ્ટારબજાર

Back to top button