વિશ્વ ચકલી દિવસ: પોલીસ ગોળીબારમાં ચકલી શહીદ થતા અમદાવાદીઓએ સ્મારક બનાવ્યું


અમદાવાદ 20 માર્ચ 2024 : દર વર્ષે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. ત્યારે શું તમે જાણો છો અમદાવાદમાં ઢાળની પોળમાં 1974 માં રોટી રમખાણો માટે થયેલા ગુજરાતનાં નવનિર્માણ આંદોલનમાં લોકોને રોકવા માટે પોલીસે હવામાં ગોળીબાર કર્યો હતો. જે આકાશમાં ઊડતી ચકલી અને વાગી હવામાં ગોળી વાગી જતા ચકલીનું મૃત્યુ થયું હતું. ઘટના બનતા અમદાવાદની ઢાળની પોળમાં રહેતા લોકોએ ચકલીનું શહીદ સ્મારક બનાવ્યું હતું. જે આજે પણ લોકોને આકર્ષિત કરે છે અને દર વર્ષે વિશ્વ ચકલી દિવસે લોકો ચક્લી સ્મારકનું પૂજન પણ કરે છે.
1974 માં ચકલી શહીદ થઈ હતી
અમદાવાદની ઢાળની પોળમાં રહેતા હિતેશ ભગતે હમ દેખેંગે ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 1974 માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. એ વખતે ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. જે સમયગાળામાં ગુજરાતમાં રોટી રમખાણોને લઈને નવનિર્માણ આંદોલન ચાલી રહ્યું હતું. તેવામાં સામાન્ય પબ્લિકને રોકવા માટે પોલીસ દ્વારા હવામાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોળમાં ચકલીના માળા બનેલા હતા અને અચાનક ચકલી ડરી જતા હવામાં ઉડી હતી અને પોલીસ દ્વારા પબ્લિકને રોકવા માટે હવામાં ફાયરિંગ કરાયું અને ચકલીનું મૃત્યુ થયું હતું. જે બાદ પોળના નાગરિકોએ ચકલી પ્રત્યે સંવેદના દર્શાવતા ચકલીનું સ્મારક બનાવ્યું હતું. જે બાદ 1974 થી લઈને આજ સુધી દર વર્ષે વિશ્વ ચકલી દિવસે આ સ્મારકનું પૂજન કરવામાં આવે છે.
20 માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે
એક સમય એવો હતો કે જ્યારે વહેલી સવારે થતી ત્યારે ચકલીઓના મધુર કિલકિલાટ સાંભળવા મળતો હતો. ગોળાકાર માથા અને ઘેરા બદામી પટ્ટાવાળી પાંખોવાળું પક્ષી દરેકનું પ્રિય છે. પરંતુ અત્યારે ક્રોનકીટના વધતા જતા જંગલ વચ્ચે અનેક કારણોસર આ પક્ષી પણ લુપ્ત થવાના આરે છે. આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે.
આ પણ વાંચો : ડ્રોન દીદી કૃષિ માટે એક મોટી ગેમ ચેન્જર સાબિત થશેઃ કોણે આપ્યો આ અભિપ્રાય, જાણો