અમદાવાદીઓ ટેક્સ ભરવા માટે તૈયાર રહેજો, AMC એ પ્રોપર્ટી ટેક્સમાં ધરખમ વધારો કર્યો
રાજ્યના હૃદય સમાન અમદાવાદના વિકાસની ગાથા રજુ કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આગામી વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રૂ. 8400 કરોડનું જંગી બજેટથી શહેરના નવા વિસ્તારો અને લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે હેતુંથી રજુ કરવામાં આવ્યું છે. ગત વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.8111 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે 300 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ હવે સ્થાયી સમિતિ દ્વારા તેમાં સુધારા-વધારા કરીને જનરલ બોર્ડમાં મુકવામાં આવશે.
આ સાથે જ અમદાવાદની જનતા પર ટેક્સ વધારાનો બોજ લગાવવામાં આવ્યો છે. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં કરાયો ધરખમ વધારો કરતાં રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટરે ટેક્સ રૂ. 23 કરાયો, જ્યારે બિન રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટરે ટેક્સ રૂ. 37 કરવામાં આવ્યો છે. જે અત્યાર સુધી રહેણાંક માટે રૂ.16 અને બિન રહેણાંક માટે 28 રૂપિયા ટેક્સ હતો. જોકે શહેરમાં પાણી વેરામાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યો.
આ પણ વાંચો : સ્માર્ટ સીટી સુરતનું રૂ.7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ, લોકો પર રૂ.307 કરોડનો વેરો લાગશે
AMC દ્વારા ડ્રાફ્ટ બજેટમાં મુકવામાં આવેલી મુખ્ય દરખાસ્ત
- અમદાવાદીઓ પર પર્યાવરણ રક્ષણ ટેક્સ લાગશે
- નાગરિકોએ ચુકવવો પડશે એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ
- રહેણાંક મિલકતો માટે વિસ્તાર પ્રમાણે રૂ.5 થી 3 હજાર સુધીનો ચાર્જ, તો કોમર્શિયલ મિલકતો માટે રૂ.150 થી 7 હજાર સુધીનો ચાર્જ
- કચરા એકત્રીકરણ સેવાના ચાર્જમાં પણ તોતિંગ વધારો, રહેણાંક મિલકતો માટે ચાર્જ પ્રતિ દિન 2 રૂપિયા કરાયો અને કોમર્શિયલ મિલકતો માટે અલગ – અલગ દર સુચવાયા
- પાણી અને કોન્ઝર્વન્સી વેરામાં હાલ કોઇ વધારો નહીં
- પર્યાવરણના રક્ષણ માટે પ્રથમ વખત AMCએ યુઝર ચાર્જ લેવાની દરખાસ્ત કરી
- 10 વર્ષ પછી મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો
- તમામ ટેક્સમાં વધારો કરવાની દરખાસ્ત મુકવામાં આવી
- ખાનગી વાહનોના વપરાશને ઘટાડવા નવા વેરા નાખવામાં આવ્યા
- અમદાવાદમાં 5 આઇકોનિક રોડ બનશે
- એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ બનશે
- એરપોર્ટથી ડફનાળા સુધી રોડ બનશે
- રાજપથ ક્લબથી એસપી રિંગ રોડ બનશે
- વિસતથી ઝુંડાલ સુધીનો રોડ બનશે
- વિસરથી તપોવન સુધી આઇકોનિક રોડ બનશે
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ અંગેની તમામ અપડેટ વાંચવા માટે ક્લિક કરો