અમદાવાદીઓ ચેતી જજો ! શહેરની આ જાણીતી ત્રણ દુકાનો પર આરોગ્ય વિભાગે માર્યું સીલ
- અમદાવાદમા આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ
- વિવધ વિસ્તારમાંથી શંકાસ્પદ લાગતા 34 નમૂના લેવાયા
- છાસવાલા સહિત કઇ ત્રણ દુકાનો કરાઇ સીલ
અમદાવાદ શહેરમાં હાલ રોગચાળો વધી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અને શહેરના વિવધ વિસ્તારોમાં આવેલ ખાણી-પીણીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામા આવી રહ્યા છે. અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતા એકમોની સીલ કરાવાની તજવીજ પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામા આવી છે. જે અંતર્ગત અમદાવાદમાં છાસવાલા સહિત કઇ ત્રણ દુકાનોને સીલ કરવામા આવી છે.
આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ
અમદાવાદ મહાનગર પાલિકા હેલ્થ વિભાગના ફુડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ ઝોનના વોર્ડ વિસ્તારમાં ફુડ વિભાગ દ્વારા ફુટ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અન્વેય ખાદ્ય ધંધાકીય એકમો તપાસ કરવામા આવી રહી છે. જે અંતર્ગત ગઈ કાલે મોડી રાત્રે ફુડ વિભાગની ખાસ ચાર ટીમ બનાવી મણિનગર, અસારવા, થલતેજ અને સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં મેગા ડ્રાઇવ હાથ ધરાઇ હતી.
ફૂડ વિભાગ દ્વારા કરાઈ કાર્યવાહી
ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના 427 ખાદ્ય ધંધાકીય એકમોની તપાસ હાથ ધરવામા આવી હતી. અને તેમા શંકાસ્પદ લાગતા 34 નમૂના લેવામા આવ્યા હતા. અને જે એકમો સ્વચ્છતાનું ધ્યાન રાખતા હોય તેવા 184 એકમને નોટિસ પણ આપી હતી. અને ટીમે વિવધ વિસ્તારોમાંથી પ્રતિંબધિત પ્લાસ્ટિકનો 18 કિગ્રા જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે એક હજાર કિલો ગ્રામ જેટલો બિન આરોગ્ય પ્રદ ખોરાકના જથ્થાનો નાશ કર્યો હતો. અને આ વિસ્તારોમાંથી 1 લાખ 21 હજાર જેટલો વહીવટી ચાર્જ પણ વસુલ કર્યો હતો.
છાસવાલા સહિત કઇ ત્રણ દુકાનો કરાઇ સીલ
અધિક આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર ડો. ભાવિન જોષીના જણાવ્યા મુજબ ફુડ સેફ્ટી સ્ટાન્ટર્ડ એક્ટ 2006 અન્વયેનું લાયસન્સ અને રજીસ્ટ્રેશન ધરાવતા ન હોવાથી સુભાષબ્રિજ સર્કલ પાસે આવેલ છાશવાલા દુકાનને સીલ કરવામા આવી છે. તેમજ અન્ય 2 ખાદ્ય એકમ ન્યુ સિવિલ અસારવા પાસે આવેલા ન્યુ પ્રભુ પાર્લર અને થલતેજ વિસ્તારમાં આવેલ હરિઓમ સેન્ટરને પણ સીલ કરાયા હતા.
આ પણ વાંચો : રાજકોટમાં ફરી અંધશ્રદ્ધાની ચકચારી ઘટના ! ડોક્ટરની સલાહ માનવાને બદલે ભુવાના શરણે પહોંચ્યું દંપતી પછી..