ગુજરાત

અમદાવાદીઓ સાવધાન, શ્વાસની તકલીફ માટે ઈમરજન્સી કેસ વધ્યા

Text To Speech
  • 108 એમ્બ્યુલન્સ સેવાના ઈમરજન્સી કોલ્સમાં વધારો થવાની ભીતિ
  • દિવાળી વખતે શ્વાસની તકલીફોમાં 30 ટકા વધારો થવાનો ભય
  • શહેરમાં હોટ સ્પોટ પર એમ્બ્યુલન્સ વાન તૈનાત કરાશે

અમદાવાદીઓ સાવધાન, શ્વાસની તકલીફ માટે ઈમરજન્સી કેસ વધ્યા છે. તેમજ દિવાળી વખતે શ્વાસની તકલીફોમાં 30 ટકા વધારો થવાનો ભય છે. જેમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ કોલ્સના ડેટાના અભ્યાસનું તારણ છે. આગજનીના કેસ 242% વધી શકે, સૌથી વધુ કોલ્સ દિવાળી પછીના દિવસોએ હોય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં રૂ.5માં પૌષ્ટિક ભોજન કેન્દ્રનો આરંભ, CMએ શ્રમિકો સાથે લીધુ ભોજન

108 એમ્બ્યુલન્સ સેવાના ઈમરજન્સી કોલ્સમાં વધારો થવાની ભીતિ

દાઝી જવાના સામાન્ય રીતે રોજના 7 કોલ્સ હોય છે. દિવાળીના તહેવારો દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવાના ઈમરજન્સી કોલ્સમાં વધારો થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. અગાઉના વર્ષોના ડેટાના વિશ્લેષણ આધારે ઈમરજન્સી સેવાના સૂત્રો કહે છે કે, દિવાળીમાં મેડિકલ ઈમરજન્સીના કેસમાં 9.06 ટકા, નવા વર્ષમાં 23.30 ટકા અને ભાઈ બીજાના 22.24 ટકાનો સંભવિત સીધો વધારો થઈ શકે તેવા વર્તારો વ્યક્ત કરાયો છે. તહેવારોની સિઝનમાં મેડિકલ ઈમરજન્સીના કેસોમાં થનારા વધારાને પહોંચી વળવા માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઈમરજન્સી કોલ્સનો ઝડપી પ્રતિસાદ નક્કી કરવા માટે વધુ કેસો નોંધાતા હોય તેવા સ્થાનોની નજીક એટલે કે હોટ સ્પોટ પર એમ્બ્યુલન્સ વાન તૈનાત કરાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં શ્રમિકોને બોનસ નહીં ચૂકવતી કંપનીઓ સામે ફોજદારી કેસ

સામાન્ય દિવસમાં 3961 ઈમરજન્સી કોલ્સની સામે આ વખતે દિવાળીએ 4320 કોલ્સની આગાહી

સામાન્ય દિવસમાં 3961 ઈમરજન્સી કોલ્સની સામે આ વખતે દિવાળીએ 4320 કોલ્સ, નૂતન વર્ષે 4,884 અને ભાઈબીજના દિવસે 4842 જેટલા કોલ્સ આવે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. સામાન્ય દિવસોમાં અકસ્માતના 431 કેસ આવતાં હોય છે, જોકે દિવાળીએ વાહન વ્યવહારની અવર જવર વધતી હોવાના કારણસર 755 કોલ્સ, નવા વર્ષે 997 અને ભાઈબીજના દિવસે 802 કોલ્સ મળે તેવી શક્યતા છે. આમ અકસ્માતના કેસમાં 75 ટકાથી માંડીને 131 ટકા જેટલો વધારો થઈ શકે છે. આ ઉપરાંત શ્વાસ લેવા સંબંધિત બીમારીના કેસમાં 7 ટકાથી માંડીને 30 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

Back to top button