અમદાવાદીઓ લા પીનોઝના પિત્ઝા ખાતા પહેલા ચેતજો!
અમદાવાદના 8 ઝોનમાં મનપા આરોગ્ય વિભાગના દરોડા પાડવામા આવ્યા હતા. જેમાંથી વસ્ત્રાપુરના લા પીનોઝમાં પિઝાનો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. તેમજ કિચનમાં ગંદકી જોવા મળી હતી.
શહેરના જાણીતા પિત્ઝા હાઉસની ગંદકીનો પર્દાફાશ
ચોમાસાની શરૂઆત થવાની સાથે અમદાવાદમાં રોગચાળાએ પણ માજા મુકી છે. જેથી અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને ખાદ્ય સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે આ તપાસ દરમિયાન શહેરના જાણીતા પિત્ઝા હાઉસની ગંદકીનો પર્દાફાશ થયો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા લા પિનોઝ પિઝા આઉટલેટમાં જ્યાં પિઝા બનાવવામાં આવી રહ્યા છે, ત્યાં જ ગંદકીના ચોંકાવનારા દ્ર્શ્યો સામે આવ્યા છે. જેને જોઈને તમે પીત્ઝા ખાવાનું ભૂલી જશો.
આરોગ્ય વિભાગે લા પીનોઝ ને ફટકાર્યો રૂ.10 હજારનો દંડ
આરોગ્ય વિભાગના દરોડામા્ં શહેરના વસ્ત્રાપુર તળાવ સામે લા પીનો પીઝા સેન્ટરમાં ગંદકી જોવા મળી હતી.આઉટલેટમાં ગંદકી જોવા મળતા આરોગ્યની ટીમે આ આઉટલેટના સંચાલકને 10 હજારનો દંડ ફટકાર્યો છે. અને સાથે પિઝા માટે વપરાતા ચીઝ સહિતની સામગ્રીઓનું પણ ચેકીંગ કરવામાં આવ્યું છે.
આ દુકાનમાં પણ કરી તપાસ
આરોગ્યની ટીમે ઇસ્કોન ગાંઠિયા, લા પીનો પીઝામાં બંને સ્થળે તપાસ હાથ ધરાઈ હતી. ઇસ્કોન ગાંઠિયા રથમાંથી તેલના નમુના એકત્ર કરવામાં આવ્યા હતા. બંને સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.