અમદાવાદીઓ ગરમીથી શેકાવા રહેજો તૈયાર! અમદાવાદમાં આજે યલો અને આવતીકાલથી ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ગરમીએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં માવઠાને કારણે તાપમાનનો પારો નીચો હતો પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદના માર વચ્ચે હવે ગરમીનો પારો ફરી વધશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં હજુ ગરમીનો પારો વધવાની આાગાહી કરી છે.
ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાજ્યમાં હવે આગામી 5 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. ત્યારે બીજી તરફ ગરમીનો પારો વધવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. જો અમદાવાદ શહેરની વાત કરવામા આવે તો અમદાવાદમાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આવતીકાલથી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ દરમિયાન તાપમાનનો પારો 43 ડિગ્રીથી 44 ડિગ્રી સુધી પહોંચી શકે તેવુ અનુમાન લગાવવામા આવ્યું છે.
AMCએ જાહેર કરી ખાસ એડવાઈઝરી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે શહેરમાં 41.1થી 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાન આમ તો સામાન્ય રહેશે જેથી સામાન્ય લોકો આ ગરમી સહન કતરી શકશે પરંતુ 5 વર્ષથી નાના બાળકો, ગંભીર બીમારી ધરાવતા લોકો પર ખરાબ અસર થઈ શકે છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાને આ દરમિયાન ખાસ તકેદારી રાખવા માટે જણાવવામા આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતની આ યુનિવર્સિટીમાં પેપરલેસ પરીક્ષા લેવાનો નવતર પ્રયોગ, 9000 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા