ફ્લાવર શોમાં અમદાવાદીઓએ દિલ ખોલીને લીધી મુલાકાત, 5 લાખથી વધુ લોકો પહોંચ્યા
અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. અમદાવાદમાં ફ્લાવર શોમાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. 8 દિવસમાં 5.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. અત્યાર સુધી 2.80 લાખ ટિકિટનું વેચાણ થયું છે. સ્કૂલના 1.50 લાખ વિદ્યાર્થીઓએ ફ્લાવર શોની લીધી મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે વાત કરીએ અટલ બ્રિજ ની તો અટલ બ્રિજની 1.80 લાખ ટિકિટોનું વેચાણ થઈ રહ્યુ છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળી આ મોટી જવાબદારી, રાજ્યના ગૌરવમાં થયો વધારો
અમદાવાદમાં ફ્લાવર શોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહ્યી છે. મળતી માહિતી મુજબ છેલ્લા 8 દિવસમાં 5.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. અત્યાર સુધી 2.80 લાખ ટિકિટનું વેચાણ થયું છે. ત્યારે માત્ર સ્કૂલના 1.50 લાખ વિદ્યાર્થીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આ તરફ અટલ બ્રિજની પણ 1.80 લાખ ટિકિટોનું વેચાણ થયું હતું.
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા છે. મહત્વનું છે કે, દર વર્ષે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો યોજાતો હોય છે. પરંતુ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શો યોજવામાં આવ્યો છે. જેમાં લાખો લોકો રિવરફ્રંટ પર ફ્લાવર શો જોવા ઉમટતા હોય છે.
31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો
31 ડિસેમ્બરથી ફ્લાવર શો રિવરફ્રન્ટનાં ઈવેન્ટ સેન્ટર ખાતે શરૂ થયો છે. AMC દ્વારા 2.5 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ વર્ષે ફ્લાવર શો માં વિવિધ થીમો પણ રાખવામાં આવી છે. તેમજ G 20 , સ્પોર્ટ્સ, ઋષિમુનિ, હનુમાનજીના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. બે વર્ષ બાદ ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. ત્યારે 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે.