અમદાવાદીઓ પ્રોપર્ટી ટેક્સ ભરવામાં અવ્વલ, આંકડો જાણી રહેશો દંગ


- અમદાવાદીઓએ 1000 કરોડનો પ્રોપર્ટી ટેક્સ ભર્યો
- 20 લાખથી વધુ બિલોની વહેચણી કરવામં આવી
- AMCની કુલ આવક 1300 કરોડને આંબી
અમદાવાદીઓ પ્રોપર્ટી ટેક્સ ભરવામાં અવ્વલ છે. જેમાં આ વર્ષે અમદાવાદીઓએ રૂપિયા 1000 કરોડનો પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે. ત્રણ મહિના પહેલા પ્રોપર્ટી ટેક્સ બિલિંગ પુર્ણ થયુ છે. તેમાં 20 લાખથી વધુ બિલોની વહેચણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં નવા વર્ષે 50% ઘટેલી વીજમાગ ફરી વધી, જાણો કેટલા મેગાવોટનો વધારો થયો
AMCની કુલ આવક રૂપિયા1300 કરોડને આંબી
AMCની કુલ આવક રૂપિયા1300 કરોડને આંબી છે. તથા AMCની આવકમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલુ વર્ષે તા.1 એપ્રિલથી તા. 18 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન કુલ આવક રૂ. 1,300 કરોડને આંબી ગઈ છે. ચાલુ વર્ષે આ સમયગાળામાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ.1,009.65 કરોડ, પ્રોફેશનલ ટેક્સની આવક રૂ. 140.14 કરોડ અને વ્હીકલ ટેક્સની આવક રૂ. 138.30 કરોડ અને રૂ. 12.02 કરોડના TSF ચાર્જીસ સહિત કુલ આવક રૂ. 1,300.11 કરોડ થઈ છે.
આ પણ વાંચો: જાગો ગ્રાહક જાગો, એફડી ઓનલાઈન બ્રેક કરી ગઠિયાએ લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા
અત્યાર સુધીમાં 20 લાખથી વધુ ટેક્સ બિલોની વહેંચણી કરવામાં આવી
AMCની ગત વર્ષે તા.1 એપ્રિલથી તા.18 નવેમ્બર સુધીમાં કુલ આવક રૂ. 997.40 કરોડની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 30 ટકાના વધારા સાથે કુલ આવક રૂ. 1,300.11 કરોડ થઈ છે. જ્યારે પ્રોપર્ટી ટેક્સની આવક ગત વર્ષે રૂ. 751.46 કરોડની તુલનાએ 34.35 ટકા વધી છે. ચાલુ વર્ષે ત્રણ મહિના પહેલાં AMC પ્રોપર્ટી ટેક્સ બિલિંગની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ ટેક્સ બિલોની વહેંચણી કરવામાં આવી છે.