અમદાવાદગુજરાતટ્રેન્ડિંગબિઝનેસ

અમદાવાદીઓના ‘ફેવરિટ’ અટલબ્રિજનો વિક્રમઃ એક વર્ષમાં થઇ આટલા કરોડની આવક

  • 33.71 લાખ સહેલાણીઓએ અટલબ્રિજની મુલાકાત લીધી
  • ઓગસ્ટમાં રૂ. 76.99 લાખ મ્યુનિસિપલ તિજોરીમાં ઠલવાયા
  • 28 ઓગસ્ટ, 2022ના રોજ પીએમના હસ્તે લોકાર્પણ કરાયું હતું

શહેરના આઇકોનિક અટલબ્રિજે આવકની દૃષ્ટિએ વિક્રમ સર્જ્યો છે. આ અટલબ્રિજ અમદાવાદના આબાલ-વૃદ્ધોમાં તો ઠીક, પરંતુ ગુજરાતમાં પણ એટલી હદે લોકપ્રિય બન્યો છે કે માત્ર એક વર્ષના ટૂંકા સમયગાળામાં અટલબ્રિજે મ્યુનિ. કોર્પોરેશનને રૂ. દસ કરોડની અધધ કમાણી કરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડનારા ફૂટઓવરબ્રિજ એટલે કે અટલબ્રિજનું ગત 28 ઓગસ્ટ, 2022થી લોકાર્પણ કરાયું હતું. મ્યુનિ. કોર્પો.ના સત્તાવાળાઓ દ્વારા રૂ. 74 કરોડના ખર્ચે અટલબ્રિજનું નિર્માણ કરાયું છે, જેની ડિઝાઇનમાં પતંગોત્સવને પણ સાંકળી લેવાયો હોઈ તે વિશેષ પ્રકારનો લાગે છે. 300 મીટર લાંબા અટલબ્રિજે લોકોમાં ભારે ઘેલું લગાડ્યું છે એટલે 31 ઓગસ્ટ-2022થી અટલબ્રિજની લટાર મારવા 30 રૂપિયા અને 12 વર્ષથી નાની વયનાં ભૂલકાંઓ માટે રૂ. 15ની એન્ટ્રી ફી રખાઈ છે. તેમ છતાં પણ અટલબ્રિજ સહેલાણીઓથી દિન-પ્રતિદિન ઊભરાઈ રહ્યો છે.

અમદાવાદીઓના  'ફેવરિટ' અટલબ્રિજનો વિક્રમઃ એક વર્ષમાં રૂ. 10 કરોડની આવક hum dekhenge news

અટલબ્રિજ બન્યો તંત્રની આવકનું સાધન 

અટલબ્રિજને થયેલી મહિનાદીઠ આવકનો આંકડો તપાસતાં ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના એપ્રિલ મહિનામાં 1,28,438 પુખ્તો, 2409 સિનિયર સિટીઝન, 16,047 બાળકો મળીને 1,46,894 સહેલાણીઓએ મુલાકાત લેતાં તંત્રને રૂ. 41,29,980ની આવક થવા પામી હતી. મે મહિનામાં 1,50,662 પુખ્તો, 2543 સિનિયર સિટીઝન, 27996 બાળકો મળીને 1,81,201 સહેલાણીઓથી રૂ. 49,77,945ની આવક મેળવાઈ હતી. જૂનમાં મ્યુનિસિપલ તિજોરીમાં આવક પેટે રૂ. 47,90,955 ઠલવાયા હતા.

જુલાઈ-2023માં અટલબ્રિજની રૂ. 50,22,510ની આવક તિજોરીમાં ઠલવાઈ હતી. જ્યારે ગત ઓગસ્ટ મહિનામાં મ્યુનિ. સત્તાધીશોને રૂ. 53,88,465ની વિક્રમી આવક થઇ હતી. ગયા મહિને મ્યુનિ સત્તાવાળાઓને રૂ. 4,78,05,960ની આવક થઈ હતી. એપ્રિલ-૨૦૨૩થી ઓગસ્ટ-૨૦૨૩ સુધીના ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા પાંચ મહિનામાં અટલબ્રિજથી તંત્રને રૂ. 2,42,79,855ની આવક થઈ હતી. આમ અટલબ્રિજ અમદાવાદીઓ માટે નવલું ઘરેણું બન્યો છે તેમાં કોઈ વાદ-વિવાદને સ્થાન નથી.

સપ્ટેમ્બરના પહેલા ત્રણ દિવસમાં રૂ. 8.16 લાખથી વધુની આવક

ચાલુ સપ્ટેમ્બર મહિનાની પહેલી સપ્ટેમ્બરે રૂ. 3 સપ્ટેમ્બર સુધી તંત્રને રૂ. 816,435ની આવક થઈ છે. અત્યાર સુધીમાં અટલબ્રિજે 33,71,728 સહેલાણીઓને આકર્ષ્યા હોઈ તેનાથી મ્યુનિસિપલ તિજોરીમાં રૂ. 10,11,93,410ની અધધ કહેવાય એવી આવક થતાં અટલબ્રિજ મ્યુનિ. કોર્પોરેશનનો ‘કમાઉ દીકરો’ પુરવાર થયો છે.

આ પણ વાંચોઃ પત્નીએ પતિને મજાકમાં પણ ન કહેવી આ વાત, સંબંધોમાં પડી શકે તિરાડ

Back to top button