હરિયાણાના ફતેહાબાદમાં મોટી દુર્ઘટના, ગાઢ ધુમ્મસના કારણે કાર કેનાલમાં ખાબકી, 10 લોકો ગુમ


ફતેહાબાદ, 1 ફેબ્રુઆરી 2025: હરિયાણાના ફતેહાબાદમાંથી ગાઢ ધુમ્મસના કારણે ક્રૂઝર ગાડી નહેરમાં ખાબકી છે. આ ઘટનામાં 10 લોકો ગુમ છે. મોડી રાત સુધી રેસ્ક્યૂ દરમ્યાન એક 10 વર્ષિય બાળકને બચાવી લેવામાં આવ્યું છે. તો વળી 55 વર્ષિય એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, દુર્ઘટનાનો શિકાર થયેલા લોકો પંજાબમાં એક કાર્યક્રમાં સામેલ થઈને પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન આ દુર્ઘટના થઈ ગઈ. હાલમાં ગુમ થયેલા લોકોને શોધવાનું કામ ચાલી રહ્યું છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, ગામ મહમડાના અમુક લોકો પંજાબમાં એક કાર્યક્રમમાં સામેલ થઈને પરત ફરી રહ્યા હતા. આવતી વખતે ક્રૂઝર ગાડીમાં 10 લોકો સવાર હતા. જ્યારે તેમની ગાડી રતિયા ગામથી થઈને સરદારેવાલા તરફ જઈ રહી હતી, ત્યારે ભાખડા નહેર પુલ પર ગાઢ ધુમ્મસના કારણે ગાડી બેકાબૂ થઈ અને નહેરમાં જઈને પડી. ગાડી નહેરમાં પડતા પહેલા ડ્રાઈવરે છલાંગ મારી દીધી હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો. ઘટનાસ્થળેથી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે.
ગાડીમાં સવાર 12 અન્ય લોકો નહેરમાં પડ્યા છે, જેમાંથી 10 વર્ષનું એક બાળક પણ હતું. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોકોની મદદ માટે રેસ્ક્યૂ શરુ કરી દીધું છે. આ ઘટના 10 વર્ષના બાળકનુ રેસ્ક્યૂ કર્યું છે, તો વળી 55 વર્ષિય શખ્સનો મૃતદેહ મળ્યો છે.
પોલીસનું કહેવું છે કે, ગાડીનો ડ્રાઈવર જરનૈલ સિંહ ગાડીમાંથી કુદી ગયો હતો. આ ઘટના બાદ ગામમાં હડકંપ મચી ગયો છે. મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો ત્યાં પહોંચી ગયા હતા. રતિયા પોલીસ પ્રશાસન પણ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર: શિવસેના શિંદે જૂથના નેતાની હત્યા, મૃતદેહ ગુજરાતમાંથી મળતા સનસનાટી ફેલાઈ