અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતસ્પોર્ટસ

સબ-જુનિયર ગુજરાત સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશિપ 2023માં અમદાવાદી સ્પર્ધકોએ મારી બાજી; જીત્યા 70થી વધારે મેડલ

Text To Speech

અમદાવાદ: અમદાવાદ ખાતે સબ-જુનિયર ગુજરાત સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાત્મક આયોજનમાં રાજ્યભરમાંથી 250થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અમદાવાદના બાળકોએ ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. માત્ર અમદાવાદના જ વિદ્યાર્થીઓએ 70થી વધારે રાજ્ય મેડલ પોતાના નામે કરી નાંખ્યા હતા.

આ ચેમ્પિયનશીપમાં અન્ય અમદાવાદના સ્વિમરો પણ જીત્યા હતા જેમ કે અનાયા નેહરાએ પણ 6 ગોલ્ડ મેડલ સાથે સ્ટેટ બેસ્ટ સ્વિમર અને વેણિકા પરીખે 7 ગોલ્ડ મેડલ જીત્યા હતા. તે ઉપરાંત આલાઓએ સ્ટેટ બેસ્ટ સ્વિમરનો એવોર્ડ મેળવ્યો હતો. સુરત અને રાજકોટ પાટણ જિલ્લાના ઘણા સારા તરવૈયાઓએ સ્ટેટ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને મેડલ જીત્યા હતા.

રાજપથ ક્લબના મુખ્ય સ્વિમિંગ કોચ હાર્દિક પટેલે આ અંગે જણાવ્યું હતુ કે, 24-25મી જૂન 2023ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ એક્ટેવિટક ચેમ્પિયનશિપ યોજાઇ હતી, જેમાં અમદાવાદના 13 સ્પર્ધકોએ 51 રાજ્ય મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જણાવી દઇએ કે, આ તમામ વિદ્યાર્થીઓ હાર્દિક પટેલના હાથ નીચે કોચિંગ લઇ રહ્યાં છે.

હાર્દિક પટેલે વધુ જણાવતા કહ્યું કે, આ ચેમ્પિયનશીપમાં મારા કુલ 13 વિદ્યાર્થીઓએ 8 વ્યક્તિગત સ્ટેટ મીટ રેકોર્ડ અને 6 ટીમ ઈવેન્ટ્સ સ્ટેટ મીટ રેકોર્ડ સાથે 51 રાજ્ય મેડલ જીત્યા હતી. આમ કુલ 14 નવા સ્ટેટ મીટ રેકોર્ડ મારા વિદ્યાર્થીઓએ તોડીને નવો ઇતિહાસ રચ્યો હતો. 3 સ્વિમર્સને સ્ટેટ બેસ્ટ સ્વિમર 2023 નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

અમદાવાદ પછી સુરત અને પાટણ અને રાજકોટના ઓ દ્વારા એકંદરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જોકે, આ સ્પર્ધાત્મક ઇવેન્ટમાં અમદાવાદી બાળકોએ શાનદાર પ્રદર્શન કરતાં સૌથી વધારે મેડલ પોતાના નામે કર્યા હતા.

જણાવી દઇએ કે, 13 વર્ષની અનાયાએ તેની તમામ વ્યક્તિગત ઈવેન્ટ્સમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણીએ છ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યા હતા. બંને રિલેમાં પણ તેણીએ સારું પ્રદર્શન કરીને અમદાવાદની ટીમને ગોલ્ડ મેડલ અપાવવામાં મદદ કરી હતી. અનાયા નેહરા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી વિજય નેહરાના દીકરી હોવા ઉપરાંત ટોચના ભારતીય સ્વિમર આર્યન નેહરાની નાની બહેન છે.

ગુજરાતમાં મહિલાઓ માટે તમામ જિલ્લાઓમાં ‘શક્તિ સદન’નું નિર્માણ થશે

Back to top button