ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: સસ્તામાં USA ડોલર લેવાની લાલચમાં યુવકે રૂ.1 લાખ ગુમાવ્યા

Text To Speech
  • સાયબર ગઠિયો અવાર નવાર યુવકને મેસેજ કરીને ડોલર વેચવાનું કહેતો
  • રૂપિયા મળ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હતો
  • વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં સસ્તામાં USA ડોલર લેવાની લાલચમાં યુવકે રૂ. 1 લાખ ગુમાવ્યા છે. જેમાં અજાણી વ્યક્તિ યુવકને અવાર નવાર મેસેજ કરતો હતો કે યુએસડીટી ડોલર વેચવાના છે. જેથી યુવકે રૂપિયા 1 લાખના ડોલર લેવાની વાત કરતા સાયબર ગઠિયાએ ઓનલાઇન રૂપિયા એક લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ફોન બંધ કરી દીધો હતો. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર ગઠિયો અવાર નવાર યુવકને મેસેજ કરીને ડોલર વેચવાનું કહેતો

વટવા જીઆઇડીસીમાં સાયબર ગઠિયો અવાર નવાર યુવકને મેસેજ કરીને ડોલર વેચવાનું કહેતો હતો. રૂપિયા મળ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હતો. વિંઝોલ ગામમાં રહેતા યુવકે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના મોબાઇલમાં મલ્ટીલેવલ માર્કેટ નામનું ગ્રુપ છે તેમાંથી અજાણ્યા નંબરથી તેમને અવાર નવાર યુએસડીટી ડોલર વેચવા માટે મેસેજ આવતા હતા. પરંતું તેઓ કોઇ જવાબ આપતા ન હતા, તા. 9 નવેમ્બરે ફરીથી મેસેજ આવ્યો હતો અને રૂ. 50 હજારના યુએસડીટી ડોલર રૂપિયા 86 માં વેચવાના છે.

વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

જેથી યુવકે રૂ. 1 લાખના ડોલર લેવાની ઉમેરવારી નોંધાવી હતી. જેમાં ભાવની વાતચીત થયા બાદ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું જેથી યુવકે રૂ. 1 લાખ ટ્રાન્સફર કર્યા બાદ સાયબર ગઠિયાએ ફોન બંધ કરી દીધો હતો. જેથી ઠગાઇ થઇ હોવાની જાણ થતાં આ ઘટના અંગે યુવકે અજાણ્યા શખ્સ સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો ક્યા ગગડ્યો તાપમાનનો પારો 

Back to top button