ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: PSI અને ડેપ્યુટી મામલતદારના નકલી ID સાથે યુવાન ઝડપાયો

Text To Speech
  • આરોપીની પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ થયા હોવાનું સામે આવ્યું
  • આઈકાર્ડ વલસાડના એક શખસે બનાવી આપ્યું હોવાનું સામે આવ્યું
  • છેલ્લા બે મહિનાથી મણિનગરની એક હોટલમાં રોકાયો હતો

અમદાવાદમાં PSI અને ડેપ્યુટી મામલતદારના નકલી ID સાથે યુવાન ઝડપાયો છે. જેમાં નકલી PSI-ડે.મામલતદાર બનીને ફરતા કિરીટની પોલીસે ધરપકડ કરી છે. આરોપી લોકોને ડરાવીને પૈસા પડાવતો હતો.

આરોપીની પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ થયા હોવાનું સામે આવ્યું

શહેરના મણિનગરમાંથી મુળ અરવલ્લીના એક શખસને પીએસઆઈ અને ડેપ્યુટી મામલતદારના નકલી આઈડી સાથે ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે આરોપી પાસેથી PSI અને ડેપ્યુટી મામલતદારનું નકલી આઈકાર્ડ, મોબાઈલ, એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ થયા હોવાનું સામે આવ્યું છે.

આઈકાર્ડ વલસાડના એક શખસે બનાવી આપ્યું હોવાનું સામે આવ્યું

મણિનગર પોલીસે સરકારી અધિકારીની ઓળખ આપતા અરવલ્લી જિલ્લાના માલપુરના હલદર ગામના રહેવાસી કિરીટ અમીન (ઉં.વ.36)ની ધરપકડ કરી હતી. મણિનગરમાં વાહન ચેકિંગ દરમિયાન કિરીટ પાસેથી પોલીસ અને મહેસૂલ વિભાગના નકલી આઈડી મળી આવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સર્વેલન્સ સ્ક્વોડે મણિનગર રેલવે સ્ટેશન નજીકથી આરોપી કિરીટની ધરપકડ કરી હતી.

છેલ્લા બે મહિનાથી મણિનગરની એક હોટલમાં રોકાયો હતો

કિરીટ ગાંધીનગર એલસીબીના પી.એસ.આઈ. હોવાનું કહીને છેલ્લા બે મહિનાથી મણિનગરની એક હોટલમાં રોકાયો હતો. કિરીટે લોકોને ડરાવવા અને પૈસા પડાવવા માટે બનાવટી આઈડીનો ઉપયોગ કરતો હતો. આરોપીને આઈકાર્ડ વલસાડના એક શખસે બનાવી આપ્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: જામનગર: સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીની મિલકતો પર તંત્રનું બુલડોઝર 

 

Back to top button