- શહેરોમાં જીવલેણ કાચની દોરી રંગવાના ઠેર ઠેર ધંધા શરૂ
- ઉત્તરાયણના એક માસ પહેલા દિવસ રાત દોરી રંગવાનું કામ
- ટયુબલાઈટના બારીક કાચની જગ્યા જાડો કાચ વપરાય છે
હવે ભરપૂર કાચની કરચોથી રંગેલો પતંગનો માંજો ચાઈનીઝ-દોરી કરતાં પણ વધુ ઘાતક છે. જેમાં અત્યાર સુધી ટયૂબલાઈટના કાચની બારિક કરચોથી લુદ્દી બનાવતા હતા. તે હવે થતુ નથી. ઉતરાયણ આવતા પહેલાં જ શહેરોમાં જીવલેણ કાચની દોરી રંગવાના ઠેર ઠેર ધંધા શરૂ થયા છે.
આ પણ વાંચો: ગુજરાતની ઠંડીમાં આંશિક ઘટાડો, જાણો કયા શહેરનું તાપમાન સૌથી ઓછુ રહ્યું
જાડો કાચ વપરાવા માંડયો અને જીવલેણ દોરી બનવા માંડી
પંતગ ચગાવવા માટે જુદી જુદી કંપનીના દોરીઓ આવી છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઉત્તરાયણના પર્વની તૈયારી પેટે દોરી રંગાવાનું ઠેર ઠેર શરૂ થઈ જાય છે. શરૂઆતમાં ચાઈનીઝ દોરીએ પતંગબાજોને ઘેલું લગાવેલું. પરંતુ આ દોરી અત્યંત જીવલેણ બનતાં તેના પર રાજ્ય સરકારે પ્રતિબંધ મુકી દીધો એટલે બજારમાં છૂટથી મળતી બંધ થઈ. આ સંજોગોમાં પતંગબાજોનો સંતોષ જાળવી રાખવા પરંપરાગત રીતે ટયુબલાઈટના કાચની બારીક કરચો મિક્સ કરીને બનાવેલી લુદ્દીનો જે માંજો તૈયાર થતો હતો તેના સ્થાને જાડો કાચ વપરાવા માંડયો અને આ રીતે તૈયાર કરેલી દોરી હવે શહેરમાં જીવલેણ બનવા માંડી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાએ એન્ટ્રી મારી, હાલ 7 એક્ટિવ કેસ જાણો કયા વિસ્તારમાં છે સૌથી વધુ દર્દી
ઉત્તરાયણના ત્રણ માસ પહેલા યુપીથી સ્પેશયલ દોરી રંગવા માટે કારીગરો આવતા
ઉત્તરાયણના ત્રણ માસ પહેલા યુપીથી સ્પેશયલ દોરી રંગવા માટે કારીગરો આવતા હોય છે. કોટ વિસ્તારના વિવિધ જગ્યાએ ભાડે રાખીને તેઓ દિવસ-રાત્ર દોરી રંગતા હોય છે. ઉત્તરાયણના ત્રણેક માસ પહેલા યુપીના બરેલી સહિત અન્ય જગ્યાએથી કારીગરો અમદાવાદ આવી જાય છે અને શહેરની વિવિધ જગ્યાએ ભાડેથી જગ્યા મેળવીને ત્યાં લાકડાના બન્ને બાજુ થાભલા બાંધી દેવામાં આવતા હોય છે. ઉત્તરાયણના એક માસ પહેલા દિવસ રાત દોરી રંગવાનું કામ કરતા હોય છે.