ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: યુવાને ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચે રૂ.1.32 કરોડ ગુમાવ્યા

Text To Speech
  • નોકરીના બહાને ઓઢવના યુવક સાથે 1.32 કરોડની ઉચાપત
  • થોડા દિવસ અગાઉ તેમની પર એક ઇમેઇલ આવ્યોૉ
  • ગઠિયાઓએ બનાવટી ડોક્યુમેન્ટ પણ મોકલ્યા હતા

અમદાવાદના ઓઢવમાં રહેતા યુવક પાસેથી ગઠિયાઓએ વિદેશની કંપનીમાં નોકરી અપાવવાના બહાને જુદી જુદી ફી પેટે કુલ રૂ.1.32 કરોડ પડાવી લીધા હતા. આટલું જ નહીં ગઠિયાઓએ યુવકને કંપનીનો એગ્રીમેન્ટ લેટરપેડ, ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટનું ઇન્વોઇસ સહિતના બનાવટી ડોક્યુમેન્ટ પણ મોકલી આપ્યા હતા. પરંતુ યુવકે નોકરી માટે વાત કરતા ગઠિયાઓના ફોન બંધ આવતા હતા. જેથી યુવકે તપાસ કરતા તેની સાથે ઠગાઇ થઇ હોવાની જાણ થતા યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.

આ પણ વાંચો: વિશ્વ ઉમિયાધામ અમેરિકા જતાં ગુજરાતીઓને મદદ કરશે

થોડા દિવસ અગાઉ તેમની પર એક ઇમેઇલ આવ્યો

ઓઢવમાં 47 વર્ષીય મહેશ શાહ ( નામ બદલેલ છે ) પરિવાર સાથે રહે છે. જેમાં થોડા દિવસ અગાઉ તેમની પર એક ઇમેઇલ આવ્યો હતો. જેમાં તેમને જોબ ઓફર કરીને બાયોડેટા મોકલી આપવા જણાવીને કંપનીના દિલ્હી કચેરીના ઇમેઇલ પર એડ્રેસ પરથી વિઝા એપ્લિકેશન ફોર્મ, રજીસ્ટ્રેશન ફી જેવી જુદી જુદી બાબતે થોડા ઘણા રૂપિયા લીધા હતા. તે બાદ ગઠિયાઓએ કંપનીનો એગ્રીમેન્ટ લેટરપેડ, ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટનું ઇન્વોઇસ સહિત અનેક ખોટા ડોક્યુમેન્ટો બનાવીને યુવકને મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતની સ્કૂલોમાં શિક્ષકની ભરતીની લાયકાત માટે હવે આ પ્રમાણપત્ર ફરજિયાત

પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ  

યુવકને વિશ્વાસમાં લઇને ગઠિયાઓએ યુવક પાસેથી કુલ રૂ. 1.32 કરોડ ખંખેરી લીધા હતા. ત્યારબાદ યુવકે નોકરી બાબતે ફોન કરતા ગઠિયાઓનો ફોન બંધ આવતો હતો. તેમજ યુવકે તપાસ કરતા તેની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતા યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવતા પોલીસે ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી છે.

Back to top button