અમદાવાદ: ખાનગી શાળા છોડી મ્યુનિ.શાળામાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનો આંકડો જાણી દંગ રહેશો
- વર્ષ 2025-26માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 નવી શાળા બનાવવામાં આવશે
- શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ માત્ર રૂપિયા 77.50 કરોડ જ ખર્ચ કરાશે
- વર્ષ 2025 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શતાબ્દી વર્ષ છે
અમદાવાદમાં ખાનગી શાળા છોડી મ્યુનિ.શાળામાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનો આંકડો જાણી દંગ રહેશો. જેમાં સરકારી શાળાઓમાં 10 વર્ષમાં ખાનગી શાળા છોડીને 55605 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ માત્ર રૂપિયા 77.50 કરોડ જ ખર્ચ કરાશે
વિવિધ વોર્ડમાં આવેલી 129 જેટલી મ્યુનિસિપલ શાળાઓને આ સમય દરમિયાન સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે. વર્ષ 2025-26માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 નવી શાળા બનાવવામાં આવશે. વર્ષ 2025-26ના રૂપિયા 1143 કરોડના ડ્રાફટ બજેટ પૈકી શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ માત્ર રૂપિયા 77.50 કરોડ જ ખર્ચ કરાશે.
વર્ષ 2025 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શતાબ્દી વર્ષ છે
રૂપિયા 1042.5 કરોડ તો માત્ર પગાર અને પેન્શનની ચૂકવણી પાછળ જ ખર્ચ કરવામાં આવશે. શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ રૂપિયા 77.50 કરોડ ખર્ચ કરવામાં આવશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓ માટે રાજય સરકાર ગ્રાન્ટેબલ ખર્ચના રૂપિયા 808 કરોડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન રૂપિયા 131 કરોડ આપશે. વર્ષ 2025 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શતાબ્દી વર્ષ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ સમયે પાર્કિંગની વ્યવસ્થામાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ