અમદાવાદ : AMCને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આવક જાણી રહેશો દંગ


- ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો થયો
- વ્યાજમાફી સ્કીમનો કુલ 1,08,749 કરદાતાઓએ લાભ લીધો
- 628 મિલકત માટે રેવન્યુ રેકર્ડ ઉપર બોજો નોંધાવવામાં આવ્યો
અમદાવાદ : AMCને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આવક જાણી દંગ રહેશો. જેમાં AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક થઇ છે. ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો થયો છે.
વ્યાજમાફી સ્કીમનો કુલ 1,08,749 કરદાતાઓએ લાભ લીધો
31 માર્ચ- 2025ની સાંજ સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેકસ ઉપરાંત પ્રોફેશન અને વ્હીકલ ટેકસ એમ તમામ ટેકસની 2256.31 કરોડ રૂપિયાની આવક થઈ હતી. વ્યાજમાફી સ્કીમનો કુલ 1,08,749 કરદાતાઓએ લાભ લેતા આ કરદાતાઓને 54.55 કરોડ રૂપિયાનું વ્યાજ માફ અપાયુ હતુ.એક દિવસમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસ પેટે 26 કરોડથી વધુની આવક થઈ હતી. રાત્રે બાર વાગ્યા સુધીમાં પ્રોપર્ટી ટેકસમાં અંદાજે ત્રણથી ચાર કરોડનો વધારો થવાની તંત્રે સંભાવના વ્યકત કરી છે. ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડ વધુ આવક થઈ છે.
628 મિલકત માટે રેવન્યુ રેકર્ડ ઉપર બોજો નોંધાવવામાં આવ્યો
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 થી 31 માર્ચ સુધી વર્ષ-2024 પહેલાનો બાકી પ્રોપર્ટી ટેકસ ભરનારા કરદાતાઓ માટે રહેણાંક મિલકત માટે વ્યાજમાં 100 તથા કોમર્શિયલ મિલક્ત માટે વ્યાજમાં 75 ટકા વ્યાજ માફી સ્કીમ જાહેર કરાઈ હતી. આ સ્કીમ દરમિયાન તંત્રને રૂપિયા 174.92 કરોડની આવક 31 માર્ચની સાંજ સુધીમાં થઈ હતી. આ વર્ષે બાકી પ્રોપર્ટી ટેકસની વસૂલાત માટે 3,09,307 મિલકત સીલ કરાઈ હતી. 628 મિલકત માટે રેવન્યુ રેકર્ડ ઉપર બોજો નોંધાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત : ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી, આ શહેરોમાં માવઠાની આગાહી