ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહની સંપત્તિ જાણી રહેશો દંગ

  • ધો.9 પાસની સાથે કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે
  • એફિડેવિટમાં હિંમતસિંહના હાથ પર રૂ. 6,62,545ની રોકડ રકમ છે
  • ગત વિધાનસભામાં બાપુનગરથી ચૂંટણી હારી ગયા હતા

અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહની સંપત્તિ જાણી દંગ રહેશો. જેમાં ધો.9 પાસની સાથે કન્સલ્ટન્સીનો વ્યવસાય ધરાવે છે. શહેરની પશ્ચીમ લોકસભાના ઉમેદવાર ભરત મકવાણા પાસે રૂ. 25.58 કરોડની સંપત્તિ છે. તેમજ શહેરના પૂર્વ વિસ્તારના ઉમેદવાર હિંમતસિંહ પટેલ પાસે 15.50 લાખ કિંમતની બે કાર છે. તથા લોકસભા ચૂંટણી-2024 માટે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, આ શહેરોમાં કરાઇ હીટવેવની આગાહી

ધો.9 પાસની સાથે કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે

હિંમતસિંહ પટેલે કરેલી એફિડેવિટ મુજબ જંગમ અને સ્થાવર મળી 11.48 કરોડની સંપત્તિ છે. ધો.9 પાસની સાથે કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે અને તેમના પર કુલ 60 લાખની જવાબદારીઓ છે. તેમની પાસે 15.50 લાખ કિંમતની બે કાર છે. જ્યારે પશ્ચીમ લોકસભાના ઉમેદવાર ભરત મકવાણા પાસે 25.58 કરોડની કુલ સંપતિ છે. તેમણે ઉમેદવારી નોંધાવી ત્યારે અમુક વિગતો ખૂટતી હોવાથી એફિડેવિટ ગુરુવારે જમા કરાવી હતી. રખિયાલ ખાતે રહેતા અને પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મેયર હિંમતસિંહ પ્રહલાદસિંહ પટેલ (ઉ.વ.62) ગત વિધાનસભામાં બાપુનગરથી ચૂંટણી હારી ગયા હતા. આ વખતે લોકસભામાં પૂર્વની બેઠક માટે તેમને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો: ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-2: રૂપાલા અને ભાજપ સામે આગામી રણનીતિ અંગે આજે બેઠક

એફિડેવિટમાં હિંમતસિંહ પટલેના હાથ પર રૂ. 6,62,545ની રોકડ રકમ છે

ઉમેદવારી ફોર્મ સાથે આપેલી એફિડેવિટમાં હિંમતસિંહ પટલેના હાથ પર રૂ. 6,62,545ની રોકડ રકમ છે. જ્યારે તેમના પત્ની કેસંતીબેન પટેલના હાથ પર રૂ. 4,41,510 અને પરિવારમાં 2,90,300ની રોકડ છે. તેમણે રૂ. 2,20,55,739 અને પત્નિના નામે 54,28,128 અને પરિવારના નામે 53,82,751 રકમનું ધીરાણ છે. સોના-ચાંદી, રોકડ, વાહન, ધિરાણ સહિતની જંગમ મિલ્કતમાં તેમની પાસે રૂ.4,11,76,388, પત્ની પાસે રૂ.2,23,09,804 અને પરિવાર પાસે રૂ. 58,72,562ની સંપત્તિ છે. જ્યારે જમીન અને મકાન મળી તેમની પાસે રૂ. 3,99,30,227 અને 55,93,867 સ્થાવર મિલ્કત છે. તેમના પોતાના પર રૂ. 13,83,252, પત્ની પર 20,55,891 અને પરિવાર પર 25,73,160 રકમની જવાબદારીઓ છે. તેમના પત્નિ વ્યવસાય ગૃહ ઉદ્યોગનું કામ કરે છે.

Back to top button