ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: કોર્પોરેશન દ્વારા નવા રોડ બનાવવા પાછળ 5 વર્ષમાં ખર્ચનો આંકડો જાણી ચોંકી જશો

Text To Speech
  • દરવર્ષે રોડ સંબંધિત કામગીરી કરાવવા કરોડો રૂપિયાનો ખર્ચ
  • ૧.૫૩ લાખ ફરિયાદ મ્યુનિ.તંત્રને ઓનલાઈન કરી હતી
  • વરસાદની મોસમમા વિવિધ રોડ ઉપર બ્રેકડાઉન થાય છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા રોડ બનાવવાથી લઈ રોડ રિસરફેસ કરવા સહીતની કામગીરી પાછળ પાંચ વર્ષમાં રૂપિયા ૪૩૮૩.૧૬ કરોડનો ખર્ચ કરાયો હતો. આમછતાં વિવિધ વોર્ડ વિસ્તારમાંથી રોડ તુટવાથી લઈ રીસરફેસ કરવા જેવી કુલ ૧.૫૩ લાખ ફરિયાદ મ્યુનિ.તંત્રને ઓનલાઈન કરી હતી.

દરવર્ષે રોડ સંબંધિત કામગીરી કરાવવા કરોડો રૂપિયાનો ખર્ચ

રોડ પ્રોજેકટ દ્વારા પાંચ વર્ષમાં રૂપિયા ૨૦૭૮ કરોડનો ખર્ચ કરાયો હતો. અમદાવાદમાં રોડ સંબંધિત કામગીરી રોડ પ્રોજેકટ વિભાગ ઉપરાંત ઝોનલ કક્ષાએ કરવામાં આવતી હોય છે. મ્યુનિ.બજેટ બેઠકમાં જનરલ બજેટ ઉપરની ચર્ચા સમયે વિપક્ષનેતાએ કહયુ, દરવર્ષે રોડ સંબંધિત કામગીરી કરાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં વિવિધ વોર્ડમાં બનાવવામા આવેલા નવા રોડ તૂટી જાય છે.

વરસાદની મોસમમા વિવિધ રોડ ઉપર બ્રેકડાઉન થાય છે

વરસાદની મોસમમા વિવિધ રોડ ઉપર બ્રેકડાઉન થાય છે. વર્ષ-૨૦૨૧થી ૨૦૨૪-૨૫ સુધીમાં રોડ પ્રોજેકટ વિભાગ તરફથી રોડની કામગીરી પાછળ રુપિયા ૨૦૭૮ કરોડ, ઝોનલકક્ષાએ રૂપિયા ૫૯૦ કરોડ તથા સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૭૧૪.૮૬ કરોડ મળી કુલ રૂપિયા ૪૩૮૩.૧૬ કરોડનો ખર્ચ કરાયો હતો. વરસાદની મોસમમાં વર્ષ-૨૦૨૧-૨૨માં ૪૯,૨૦૨૨-૨૩માં ૭૯,૨૦૨૩-૨૪માં ૧૫૮ તથા ૨૦૨૪-૨૫માં ૫૦ બ્રેકડાઉન થવાની ફરિયાદ મ્યુનિસિપલ તંત્રને મળી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં લાંચીયા કર્મચારીઓ પર સકંજો, ACBએ ત્રણ અધિકારીને લાંચ લેતા ઝડપ્યા

Back to top button