અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતમીડિયાવર્લ્ડ

અમદાવાદઃ લગ્નની ડિજિટલ કંકોત્રી ખોલતા થઈ જશો બરબાદ, આ રીતે ખાલી થઈ જશે તમારું એકાઉન્ટ; સાયબર ક્રાઇમનો ભોગ બનતા પહેલા સમજી લો

Text To Speech

21 ડિસેમ્બર 2024 અમદાવાદ; શહેરમાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમના કેસો વધી રહ્યા છે. હાલમાં જ ઉપરા ઉપરી બે સાયબરના નવા ક્રાઈમનાં કેસો અમદાવાદમાં નોંધાયા છે. જેમાં APK ફાઈલ દ્વારા ડિજિટલ લગ્ન કંકોત્રી મોકલવામાં આવે છે. અને આ APK ફાઇલ ઓપન થતા જ તમારા મોબાઇલમાં રહેલી તમામ પર્સનલ વસ્તુઓ સાયબર ફ્રોડ કરનારાઓ પાસે પહોંચી જાય છે. તમારા બેંકની તમામ વિગતો, તમારા ખાતામાં રહેલા પૈસાઓની વિગતો પણ લીક થઈ જાય છે તમારો સંપૂર્ણ ફોન હેંગ થઈ જતા નિસહાય જેવી પરિસ્થિતિનું સર્જન થાય છે. ત્યારે સાયબર ક્રાઇમ DCP લવિના સિન્હાએ આવા પ્રકારના સાઇબર ક્રાઇમનાં ફ્રોડથી બચવા માટે જાહેર જનતાને શું અપીલ કરી છે જાણીએ!

APK ફાઈલ ઓપન કરવાથી થઈ જાઓ સાવધાન
સાયબર ક્રાઇમ ડીસીપી લવીના સિંહાએ જણાવ્યું હતું કે તમને એક અજાણ્યા નંબર પરથી લગ્નની કંકોત્રીની પીડીએફ ફાઇલ મોકલવામાં આવે છે. જ્યારે તમે આ PDF ડાઉનલોડ કરો છો ત્યારે તમને જાણ્યા વિના તમારા ફોનમાં એક APK ફાઇલ પણ ડાઉનલોડ થઈ જાય છે, જે તમારા ફોનમાં માલવેર ઇન્સ્ટોલ કરે છે. એકવાર આ માલવેર તમારા ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય પછી, હેકર્સને તમારા ફોનમાં હાજર બેંકિંગ એપ્સ, OTP અને એકાઉન્ટની વિગતોનું એક્સેસ મળે છે. આ પછી હેકર્સ તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.

ગુજરાતમાં આબાદ બચાવ, રાજ્ય બહાર ભોગ લેવાયો
હાલમાં સમગ્ર રાજ્યમાં દેશમાં લગ્નની સિઝન ચાલી રહી હોવાથી લોકોને છેતરવાનો નવો કીમીયો અપનાવવામાં આવી રહ્યો છે. પહેલાં વીડિયો કોલ કૌભાંડ બાદ હવે નવો સાયબર ક્રાઇમ પ્રકાશમાં આવ્યો છે. જેમાં વોટ્સએપ પર લોકોને નકલી લગ્નની કંકોત્રી મોકલવામાં આવે છે. જેને ક્લિક કરો તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. આવા બે બનાવ ગુજરાતના સાયબર ક્રાઇમના ધ્યાને પણ આવ્યા છે. અને ગુજરાત બહાર આર્થિક નુકસાન થવાના કેસો સામે આવ્યા છે પરંતું ગુજરાતના આ બંને કિસ્સામાં નાગરિકોની સભાનતાને કારણે કોઈ આર્થિક નુકસાન થયું નથી.

Back to top button