અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડ

અમદાવાદ: વિશ્વનાં શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી પ્રાથના સભાનું આયોજન; પૂર્વ CM સુરેશભાઈ મહેતા, ગેનીબેન રહ્યાં ઉપસ્થિત

31 ડિસેમ્બર 2024 અમદાવાદ; ભારતના ઈતિહાસમાં સૌથી ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન આદરણીય ડૉ. મનમોહનસિંહજીના નિધન નિમિત્તે આયોજીત પ્રાર્થના સભામાં સર્વસમાજ તેમજ વિવિધ સામાજીક, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ એસોસીએશન, તંત્રી-પત્રકાર મિત્રો, રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નગરજનોએ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહજીને પ્રાર્થના સભામાં શ્રધ્ધાંજલી અર્પી હતી. ડૉ. મનમોહનસિંહજીની ચિરવિદાયથી સમગ્ર દેશભરમાં શોકનું મોજુ છવાયેલું છે. સજ્જન વ્યક્તિ, પ્રમાણિક વ્યક્તિત્વ અને અજાતશત્રુ એવા ડૉ. મનમોહનસિંહજીને પુષ્પાંજલી આપવા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં હિંદુ, જૈન, બૌધ્ધ, ખ્રિસ્તી, મુસ્લીમ, શીખ અને બોચાસણ વાસી સ્વામીનારાયણ સંસ્થા (બી.એ.પી.એસ.), અને સ્વામીનારાયણ મંદીર વાસણા સંસ્થા સહિતના ધર્મ ગુરુઓ દ્વારા દિવંગત આત્મા માટે શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી. વિવિધ રાજકીય પક્ષમાં સીપીઆઈએમના રાષ્ટ્રીય કારોબારી સભ્ય અરૂણભાઈ મહેતા, સીપીઆઈના મહામંત્રી રમેશ પરમાર, એનસીપીના મહામંત્રી ડૉ. જગદીશ દાફડા, પૂર્વ મંત્રી પ્રવિણસિંહ જાડેજા, સ્વૈચ્છિક સંગઠનના પર્યાવરણ વિદ મહેશ પંડ્યા, આર.ટી.ઈ. ફોર્મના મુજાહીદ નફીસ સહિત વિવિધ આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી શબ્દાંજલી દ્વારા દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

લોકશાહીના ચોથા સ્તંભ મીડીયાને સ્વતંત્રતા પુરી પાડી
પ્રાર્થના સભામાં ડૉ. મનમોહનસિંહજીને પુષ્પાંજલી અર્પણ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મૃદુભાષી, સાદગીના પ્રતિક, શાલીન એવા ડૉ. મનમોહનસિંહજીએ ભારતને દુનિયાના નકશામાં સૌથી ઝડપી રીતે વિકસીત થઈ રહેલા અર્થતંત્ર તરીકે સ્થાન અપાવ્યું હતું. દેશના નાગરિકોને રાઈટ ટુ એજ્યુકેશન, રાઈટ ટુ ઈન્ફોર્મેશન, રાઈટ ટુ ફુડ (એન.એફ.એસ.એ.) સહિતના મહત્વના હક્ક, અધિકાર આપ્યાં. ભારતને પરમાણું કરાર દ્વારા વૈશ્વિક સ્તરે માન-સન્માન વધાર્યું, તેમણે લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડીયાને સંપૂર્ણ સ્વતંત્રતા પુરી પાડી હતી. તેમણે વર્ષ ૨૦૧૪માં પ્રેસ કોન્ફરન્સ કરી મીડીયાના તીખા સવાલોના ખુબ શાલીનતાથી જવાબ આપ્યા હતા. જ્યારે જ્યારે તેમણે મળવાનું શક્ય બનતું હતું ત્યારે નાનામાં નાની વાત ધ્યાન પૂર્વક સાંભળીને માર્ગદર્શન આપતા હતા. સમાનતા, સફળતા ને સાદગીના પ્રતિક તેવા ભારતના અમૂલ્ય રત્નશ્રી ડૉ. મનમોહનસિંહજીને આપણે સદા માટે ગુમાવ્યા છે. તેઓ હંમેશા આપણી યાદોમાં ચિરંજીવી રહેશે. સદગતને શ્રધ્ધાસુમન સમર્પિત કરીએ છીએ.

પૂર્વ CM સુરેશભાઈ મહેતા, ગેનીબેન હાજર રહ્યાNARENDRA
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરી, ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ, પૂર્વ નાણામંત્રી જયનારાયણ વ્યાસ, પૂર્વ સાંસદ ડૉ. અમી યાજ્ઞિક, એ.આઈ.સી.સી. મંત્રી સોનલબેન પટેલ, નિલેશ પટેલ, ઋત્વિક મકવાણા, અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ ઉપસ્થિત રહ્યાં હતાં.

વિશેષ ગુરુઓ હાજર રહી પ્રાથના કરી
ભારતના ઈતિહાસમાં સૌથી ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન આદરણીય ડૉ. મનમોહનસિંહજીના નિધન નિમિત્તે આયોજીત પ્રાર્થના સભામાં નિલકંઠ મહાદેવ મંદિરના સંત મનોજગીરી મહારાજ અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ શાંતિ પાઠ કર્યો હતો, જૈન ધર્મના સુશિષ્યા સા.શ્રી પુનિતકલાશ્રીજી મ.સા., બૌધ્ધ ધર્મ ગુરૂશ્રામણેર રદ્રપાલ-બાપુનગર, શ્રી ભીખુતપથિ શ્રેષ્ઠી-સુરેન્દ્રનગર-મહાબૌધિમઠ, મુસ્લિમ ધર્મગુરુ મુક્તિ અલી સાહેબ, ખ્રિસ્તી ધર્મના-રેવરન્ટ-ડૉ. હેમંત પરમાર, બિશપ રત્નાસ્વામી, શીખ ધર્મ ગુરુ- જ્ઞાનિ હરપ્રિતસિંહ-મણિનગર ગુરુદ્વારાએ પ્રાર્થના કરી હતી.

Back to top button