અમદાવાદઃ કોઝી હોટેલ જંકશન પરથી કામગીરીનો પ્રારંભ થશે: સરખેજ ચાર રસ્તા-નારોલ વચ્ચે ચાર બ્રિજનું કામ મેથી શરૂ થશે


19 જાન્યુઆરી 2025 અમદાવાદ; સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે 1200 કરોડના ખર્ચે ચાર નવા બ્રિજ બનાવવાની કામગીરી મે મહિનાથી શરૂ થશે. કામગીરીનો પ્રારંભ સૌથી પહેલાં કોઝી હોટેલ જંક્શનથી થશે. એ પછી પીરાણા જંકશન પર કામ શરૂ કરાશે. ત્યારબાદ તબક્કાવાર રોડ પહોળો કરાશે અને શાસ્ત્રી બ્રિજ અને એલિવેટેડ બ્રિજની કામગીરી શરૂ કરાશે. હાલમાં જુહાપુરાથી સરખેજ સુધી સોઈલ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે.
નારોલથી લઈને સરખેજ સુધી રોડ પર પેચવર્ક શરૂ કરાશે
મળતી માહિતી મુજબ બ્રિજની કામગીરી દરમિયાન ક્યાંથી ડાઈવર્ઝન અપાશે તે સહિતના મુદ્દાઓ પર હાલમાં તૈયારી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસ અને કોર્પોરેશનને તમામ સૂચના આપી દેવાઈ છે. આવનારા દિવસોમાં નારોલથી લઈને સરખેજ સુધી રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી ડાઈવર્ઝન અપાયા બાદ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય. સમગ્ર પ્રોજેક્ટ એચએએમ (હાઈબ્રીડ એન્યુટી મોડ) પર તે સહિતના મુદ્દાઓ પર હાલમાં તૈયારી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસ અને કોર્પોરેશનને તમામ સૂચના આપી દેવાઈ છે. આવનારા દિવસોમાં નારોલથી લઈને સરખેજ સુધી રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી ડાઈવર્ઝન અપાયા બાદ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય. સમગ્ર પ્રોજેક્ટ એચએએમ (હાઈબ્રીડ એન્યુટી મોડ) પર ચલાવાશે જેમાં 40 ટકા ખર્ચ સરકાર અને બાકીનો 60 ટકા ખર્ચ એજન્સી કાઢશે. એજન્સી ખર્ચની જે રકમ કાઢશે તે સરકાર હપ્તે હપ્તે ચૂકવશે. બ્રિજની કામગીરી શરૂ થાય તેના માટે હાલમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં રોડની વચ્ચે બ્રિજની કામગીરી શરૂ કરાશે અને બંને બાજુના રોડ પર વાહનચાલકોને ડાઈવર્ઝન આપવામાં આવશે.
શાસ્ત્રી બ્રિજને તોડી સિક્સ લેનનો બનાવાશે
વિશાલાથી નારોલ તરફ આવતા શાસ્ત્રી બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે અને બંને બાજુ નવો સિક્સ લેનનો બ્રિજ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટની કામગીરી 30 મહિનામાં પૂરી કરવાનો ટાર્ગેટ છે