અમદાવાદ: શેરબજારમાં રોકાણ કરી નફો કમાવી લાલચ મહિલાને ભારે પડી
- ચાંદખેડાની મહિલાને અજાણ્યા ગઠિયાઓએ વોટ્સએપ ગ્રુપમાં એડ કરી
- શેરબજારમાં મોટા નફાની લાલચે રૂપિયા 14 લાખની ઠગાઈ
- અજાણ્યા ગઠિયાઓસામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી
અમદાવાદમાં શેરબજારમાં રોકાણ કરી નફો કમાવી લાલચ મહિલાને ભારે પડી છે. જેમાં ચાંદખેડાની મહિલા સાથે શેરબજારમાં મોટા નફાની લાલચે રૂપિયા 14 લાખની ઠગાઈ થઇ છે. વોટ્સએપ ગ્રૂપમાં એડ કરી શેર બજારમાં રોકાણની ટિપ્સ પણ આપતા હતા. જેમાં મહિલાએ અજાણ્યા ગઠિયાઓ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
આ પણ વાંચો: ગુજરાત: હોસ્પિટલની બેદરકારી, પાંચ પ્રસૂતાની કિડની ફેલ થઇ બેનાં મૃત્યુ થયા
ચાંદખેડાની મહિલાને અજાણ્યા ગઠિયાઓએ વોટ્સએપ ગ્રુપમાં એડ કરી
ચાંદખેડામાં રહેતા હેમાંગીબેન શ્રાવક ગોતામાં બ્યુટીપાર્લરનું કામ કરે છે. ચાંદખેડાની મહિલાને અજાણ્યા ગઠિયાઓએ વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને શેરબજારમાં રોકાણ કરવાથી વધુ નફો આપવાની લાલચ આપીને વેબપેજ દ્વારા શેરબજારમાં કુલ રૂ. 14.30 લાખનું રોકાણ કરાવી ઠગાઇ આચરી છે. આ અંગે મહિલાએ અજાણ્યા ગઠિયાઓ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
આ પણ વાંચો: સ્કૂલો બંધ કરાવવાની ધમકીઓ આપી સંચાલકો પાસેથી પૈસા પડાવતા એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની પોલખુલી
16 એચઆઈજી કેપીટલ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ કેમ્પ નામના વોટ્સએપ ગ્રૂપમાં એડ કર્યા
ગત 24 નવેમ્બરે સાંજના સમયે કેલી નામની અજાણી મહિલાએ તેમને 16 એચઆઈજી કેપીટલ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ કેમ્પ નામના વોટ્સએપ ગ્રૂપમાં એડ કર્યા હતા. જે બાદમાં વોટ્સએપમાં આવેલ મેસેજમાં જાણવા મળ્યુ કે પંકજ ગુપ્તા નામના શખ્સ દ્વારા શેરબજારને લગતી ટીપ્સ આપવામાં આવે છે. જે બાદ કેલી નામની મહિલાએ વેબપેજ પર હેમાંગીબેનનુ એકાઉન્ટ બનાવીને શેરબજારમાં રોકાણ કરવા માટે અધિકૃત વેબસાઇટ છે અને તમે વેબપેજથી શેરબજારમાં રોકાણ કરશો તો સારો નફો મળશે. જેથી હેમાંગીબેને વેબપેજમાં કુલ રૂ. 14.30 લાખનું રોકાણ કરીને જુદા-જુદા શેરની લે-વેચ કરતા તેમના એકાઉન્ટમાં રૂ. 42.61 લાખ બેલેન્સ બતાવતા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: કોરોના સંક્રમણ બાદ 18થી 40 વર્ષના યુવાનોમાં આ તકલીફ અચાનક વધી
અજાણ્યા ગઠિયાઓસામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી
બાદમાં કેલીએ જણાવ્યુ કે અમારી ઓફ્સિે ઇન્કમટેક્ષની રેડ પડી છે એટલે 2024 બાદ શરૂ થશે. ત્યારબાદ હેમાંગીબેને રૂપિયા ઉપાડવાનું કહેતા કેલીએ 10 ટકા રકમ ચૂકવશો તો તમે રૂપિયા ઉપાડી શકશો. જેથી હેમાંગીબેનને તેમની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થઇ હતી. જેથી તેમની સાથે કુલ રૂ. 14.30 લાખની ઠગાઇ થઇ હતી. આ અંગે હેમાંગીબેને અજાણ્યા ગઠિયાઓસામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.