ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમદાવાદની આઈટી કંપનીની માલિકને કર્મચારી સાથે પ્રેમ થતાં લગ્ન કર્યા, 5 કરોડ લઈ પતિ ભાગી ગયો

Text To Speech

ભદ્રક, 19 જાન્યુઆરી 2025: ગુજરાતની રહેવાસી મહિલાએ ઓડિશાના ભદ્રક જિલ્લાના પોલીસ સ્ટેસનમાં સુસાઈડ કરવાની કોશિશ કરી. નિરાલે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. મહિલાનો આરોપ છે કે, ફરિયાદ બાદ પોલીસે કોઈ એક્શન નથી લીધી. તેનાથી કંટાળીને તેણે પોલીસ સ્ટેશનમાં ફિનાઈલ પી લીધી, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરી. મહિલાનો આરોપ છે કે તેના પતિએ લગ્ન બાદ તેની સંપત્તિ અને પૈસા હડપી લીધા અને તેને અને બાળકોને છોડી દીધા.

એજન્સીના જણાવ્યા અનુસાર, પીડિત મહિલા અમદાવાદમાં આઈટી કંપનીની માલિક હતી. તેણે પોતાની કંપનીમાં કામ કરનારા મનોજ નાયક નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યાર બાદ લગ્ન કરી લીધા. પોલીસનું કહેવું છે કે બંનેને બે વર્ષનો દીકરો પણ છે. મનોજે લગ્ન બાદ મહિલાને પોતાના ગામ નરસિંહપુરમાં બિઝનેસ કરવા માટે રાજી કરી. આ બિઝનેસ માટે મહિલાએ પોતાની પ્રોપર્ટી અને કંપની ગિરવે મુકી દીધી અને લગભગ 5 કરોડ રુપિયાની લોન લઈને પતિને આપી દીધા.

મહિલાનો આરોપ છે કે, પાંચ કરોડ રુપિયા લીધા બાદ મનોજે પૈસા લીધા અને તેમને છોડીને જતો રહ્યો. ત્યાર બાદ પોલીસે ગુમ થવાની ફરિયાદ નોંધી. પણ ત્રણ મહિના વીતવા છતાં પોલીસ શોધી શકી નથી. ફરિયાદ બાદ કોઈ સુનાવણી ન થતાં કંટાળીને મહિલાએ બોનઢ પોલીસ સ્ટેશનમાં જઈને ફિનાઈલ પી લીધી. પોલીસ કર્મીઓએ આ જોયું તો તેમના હોશ ઉડી ગયા. તાત્કાલિક તેને ભદ્રક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવી. સારવાર બાદ મહિલાની હાલત સ્થિર છે.

મહિલાના ભાઈએ કહ્યુ કે, મારી બહેન છેલ્લા ત્રણ મહિનાથી ખૂબ હેરાન થાય છે. પોલીસની લાપરવાહીના કારણે તે એટલી કંટાળી ગઈ કે તે આત્મહત્યા જેવું પગલું ઉઠાવવા માટે મજબૂર થઈ ગઈ અને સુસાઈડની કોશિશ કરી. મહિલાના ભાઈએ કહ્યું કે, આરોપી મનોજ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ.

બોનઢ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક શ્રીવલ્લભ સાહૂએ જણાવ્યું કે, આરોપી મનોજને શોધવા માટે એક ટીમ બનાવી છે. જેમાં એક ઈંસ્પેક્ટર અને બે સબ ઈંસ્પેક્ટર પણ સામેલ છે. આ ટીમ પહેલા પણ ઓડિશાના રાઉરકેલા, સંબલપુર અને બેરહામપુર સહિત કેટલીય જગ્યા પર તલાશ કરી ચુકી છે. પણ અત્યાર સુધી કોઈ પત્તો મળ્યો નથી.

આ પણ વાંચો: પેરાગ્લાન્ડિંગ કરતી વખતે હવામાં રસ્સી તૂટી ગઈ, પહાડ સાથે અથડાયા, ગોવામાં બની હચમચાવી નાખતી ઘટના

Back to top button