ગુજરાત

અમદાવાદીઓને મળશે હવે વધુ શુદ્ધ વાતાવરણ, પિરાણાના ડુંગર બાબતે આવ્યા સારા સમાચાર

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવી આવક પણ થઈ રહી છે
  • આગામી ટૂંક જ સમયમાં રૂપિયા 2,200 કરોડની જમીન ખુલ્લી થશે
  • અત્યાર સુધીમાં 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ થયો છે

અમદાવાદીઓને હવે વધુ શુદ્ધ વાતાવરણ મળશે. જેમાં પિરાણાના ડુંગર બાબતે સારા સમાચાર આવ્યા છે. પિરાણા ડુંગરેથી 95-લાખ મે.ટન કચરો સાફ થયો છે. તેથી 35 એકર જમીન હવે ખુલ્લી થઈ છે. તેમજ દરરોજ સાઈટ પર જ 30 હજાર મે.ટન કચરાનું પ્રોસેસિંગ થયા છે. તથા કચરામાંથી નીકળતી માટીનો ધોલેરા હાઈવે અને રિવરફ્રન્ટમાં પુરાણ તરીકે ઉપયોગ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: ભારત-કેનેડા વચ્ચે વણસેલા રાજદ્વારી સંબંધો વચ્ચે નવી તપાસ વેગવાન બનશે, જાણો કેમ 

આગામી ટૂંક જ સમયમાં રૂપિયા 2,200 કરોડની જમીન ખુલ્લી થશે

આગામી ટૂંક જ સમયમાં રૂપિયા 2,200 કરોડની જમીન ખુલ્લી થશે. અમદાવાદ શહેરને અડીને આવેલી કચરાના ડમ્પીંગ સાઈટ પિરાણાનો ડુંગરો હવે આસ્તે આસ્તે નીચો થઈ રહ્યો છે, તેનો વિસ્તાર ઘટી રહ્યો છે. કારણ કે, આ ડુંગર પરથી દરરોજ 30 હજાર મેટ્રિક ટનથી વધુ કચરાનું પ્રોસેસિંગ થઈ રહ્યુ છે. જેથી અત્યાર સુધીમાં 95 લાખ મેટ્રીક ટન કચરો સાફ થતા 35 એકર જમીન ખુલ્લી થઈ છે. પિરાણાના કચરાના ડુંગરને સાફ કરવાની કામગીરીમાં અત્યાર સુધીમાં 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ થયો છે. જેના લીધે આગામી ટૂંક જ સમયમાં રૂપિયા 2,200 કરોડની જમીન ખુલ્લી થશે. અહીં છેલ્લા 4 દાયકાથી અમદાવાદ શહેરનો એક કરોડ 25 લાખ મેટ્રિક ટન કરતા વધુ કચરો 85 એકર જમીનમાં એકઠો થયો હતો. જેમાંથી 95 લાખ મેટ્રિક ટન કચરો હટાવતા 35 એકર જમીનને ખુલ્લી કરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત: કેન્દ્રીય નાણા મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરતા વેપારીઓને રાહત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવી આવક પણ થઈ રહી છે

આ ડમ્પીંગ સાઈટ ઉપર દરરોજ 35 જેસીબી, 300 TPD (ટન્સ પર ડે- ટન્સ પ્રતિ દિવસ) ક્ષમતા ધરાવતા 60 ટ્રોમિલ મશીન, 1000 TPD કેપેસેટીના 11 ઓટોમેટેડ સિગ્રિગેશન મશીનો, 63 એક્સ્કેવેટર્સ અને 267 હાયવા ટ્રક ઓપરેશનમાં છે. જ્યાં રહેલા રોડ ટ્રીટ ટ્રોમીલ મશીનથી પર કચરામાંથી માટી, કાપડ, પ્લાસ્ટિક, લોખંડ, લાકડું સહિતની ચીજોને છુટી પડાય છે. કચરાનો ભુક્કો કરીને તેને ખાતર બનાવાય છે. કચરામાંથી 70 ટકા માટી નિકળે છે. જેનો ઉપયોગ ધોલેરા હાઈવે, સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2 અને સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટમાં પુરાણ તરીકે થાય છે. જેનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવી આવક પણ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, 10 વર્ષથી 2.5 લાખ મેટ્રીક ટન કચરા સાથે અસ્તિત્વ ધરાવતી બોપલ- ઘુમાં ડમ્પ સાઈટને પણ છ મહિનામાં સાફ્ કરીને 6 એકર જગ્યા ખૂલ્લી કરવામાં આવેલ છે.

Back to top button