ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

ગુજરાતની સૌથી ઊંચી ઈમારત, જલદી લેશે આકાર, જાણો ક્યાં બનશે આ ઈમારત

Text To Speech

અમદાવાદ : ગુજરાતના સ્થાપના દિને રાજ્યના વિકાસી ગનનચૂંબી સફળતાને શીરે કલગી લગાડે તેવા એક સમાચાર સામે આવ્યા છે. વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં હવે ગગનચૂંબી ઈમારતો એક પછી એક બની રહી છે ત્યારે રાજ્યની સૌથી ઊંચી ઈમારત જલદી જ આકાર લઈ શકે છે. અત્યાર સુધી 33 માળની ઈમારતની મંજૂરી મળ્યા બાદ તેનું નિર્માણ સામાન્ય થઈ રહ્યુ છે ત્યારે હવે 41 માળની રાજ્યની સૌથી ઊંચી ઈમારત અમદાવાદના હ્દય સમાન ઈસ્કોન ચાર રસ્તા પાસે બનવાની છે.

રાજ્યની સૌથી ઊંચી ઈમારત અમદાવાદના હ્દય સમાન ઈસ્કોન ચાર રસ્તા પાસે બનશે

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના એક મોટા ગજાના ડેવલપર દ્વારા સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સમાપ્ત થતા ચાર વર્ષ જેટલો સમય લાગી જશે. કુલ 7,000 સ્કેવર યાર્ડના પ્લોટમાં આ રેકોર્ડ બ્રેક કિંમતે વર્ષ અગાઉ બિલ્ડરે આ પ્લોટ ખરીદ્યો છે. આ અંગે સફલ અને ગોયલ ગ્રુપ દ્વારા જણાવાયું કે ‘અમે 145 મીટરની 41 માળની બિલ્ડીંગ તૈયાર કરવાનું આયોજન કરી રહ્યા છીએ. પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે. પ્લાન મંજૂર થઈ જતા ટુંક સમયમાં અમે પ્રોજેક્ટ લોન્ચ કરી દઈશું. આ અંગે વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, આ ઈમારતની ડિઝાઇનને નવી તકનીકીઓની સાથે-સાથે લોકોના આર્થિક, સામાજિક અને લોકોની સુવિધાઓને ધ્યાને લઈને બનાવવામાં આવી છે.

અમદાવાદના જાણિતા બિલ્ડર સફલ અને ગોયલ ગ્રુપ ગુજરાતની સૌથી ઊંચી ઈમારત બનાવવાનું સંયુકત સાહસ ખેડવા જઈ રહ્યા છે

અગાઉની રાજ્ય સરકારના સાશનમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ગગનચુંબી ઈમારતોને બાંધવાની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં 710 માળ સુધીની બિલ્ડીંગ બાંધવાની પરવાનગી મળી હતી. અત્યાર સુધી 30 માળથી ઊંચી ઈમારતો આકાર લઈ ચુકી છે ત્યારે આગામી દિવસોમાં અમદાવાદની સ્કાઇલાઇનને આ નવા પ્રોજેક્ટથી આભને આંબતી દિશા મળશે.

Back to top button