અમદાવાદ : આખી રાત ધમધમતાં સિંધુભવન રોડ પર કેમ બનાવવામાં આવી રહ્યું છે ‘નાર્કોટિક્સ’ પોલીસ સ્ટેશન ?
ગુજરાત રાજ્ય અને એમાં પણ અમદાવાદ શહેરમાં ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોનું ચલણ વધ્યું છે ત્યારે પોલીસ હવે હરકતમાં આવી છે. ડ્રગ્સના દુષણને ડામવા મુદ્દે ગુજરાત પોલીસ સામે સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના સૌથી ચર્ચિત અને પ્રચલિત વિસ્તાર એવો સિંધુભવન રોડ પર આખી રાત કેફે અને હોટલોથી ધમધમતો રહેતો હોવાથી ડ્રગ્સ માફિયાઓ માટે આ એપી સેન્ટર બની ગયું છે.
આ પણ વાંચો : ખોટી ડિગ્રી પર નોકરી અને વિદેશ જવામાં સમગ્ર ગુજરાતમાં આ વિસ્તાર છે મોખરે !
શા માટે ઉભી થઈ જરૂરત ?
આ મામલે અમદાવાદ પોલીસ હરકતમાં આવતા આ દુષણમાંથી બહાર કાઢવા અને ક્રાઈમ રેટ ઘટાડવા માટે રાજ્ય પોલીસ વડા અને પોલીસ કમિશનરે ગૃહ વિભાગ પાસે સિંધુભવન રોડ પર પોલીસ સ્ટશન બનાવવા પરમીશન માંગી છે. ગૃહ વિભાગ દ્વારા અને અમદાવાદ કલેકટર કચેરી દ્વારા સિંધુભવન રોડ પર ત્રણ જગ્યાનો સર્વે કરવામાં આવ્યો હતો. આ ત્રણ પૈકી એક પોલીસ સ્ટેશન હાઇટેક ટેકનોલોજી સાથેનું નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.
બોડકદેવ પોલીસ સ્ટેશન હાલ ન હોવાથી સિંધુભવન રોડ પર હાલ વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગ કરે છે. ડ્રગ્સનું આટલા હદે દુષણ વધી ગયું છે અને તેને ડામવામાં ક્યાંક શહેર પોલીસ નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. જેથી પોલીસ તંત્ર દ્વારા અહીં નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન બનાવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : ગુજરાતના યુવાનોમાં દારૂ સિવાય અન્ય માદક પદાર્થોનું સેવન વધ્યું, ચાની કિટલીઓ પર વેચાણ !
ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધ્યું
આ માટે અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીન ફાળવણી ગૃહ વિભાગને કરવામાં આવી છે. જેમાં સિંધુભવન રોડ પર ટાઈમ્સ સ્ક્વેર કોમ્પ્લેક્ષની પાછળ હાઇટેક પોલીસ સ્ટશેન બનાવવામાં આવશે. અમદાવાદના ડ્રગ્સના દુષણને ડામવા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે પણ અમદાવાદ સિવાય ગાંધીનગર, વડોદરા, સુરત અને આણંદ જેવા બીજા શહેરોમાં પણ આજ પ્રકારનું દુષણ છે તેને ડામવા પોલીસ તંત્ર ક્યારે હરકતમાં આવશે તે પણ જોવું રહ્યું.
આ પણ વાંચો : ગુજરાતમાં ગુનેગારોની ખેર નહીં, આ ટેક્નોલોજીથી પકડાશે આરોપી