ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: વોટર અને ડ્રેનેજ કમિટિના ચેરમેન જતીન પટેલના જવાબ સામે લોકોમાં રોષ, શું છે લોકોના પ્રશ્નો

Text To Speech

અમદાવાદ શુક્રવારે વરસેલા ભારે વરસાદને લઈને મહાપાલિકા તંત્રએ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જોકે,તેમાં વોટર કમિટીના ચેરમેને સ્માર્ટ સિટી એટલે સોનાના રસ્તા ન હોય તેવુ નિવેદન આપ્યું હતું. વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે કહ્યું કે, સ્માર્ટ સિટી એટલે સોનાના રસ્તા ન સમજવા જોઈએ. તેમણે કહ્યું કે સ્માર્ટ સિટીના 10 પેરામીટર્સ છે. તે પેરામીટર્સના આધારે શહેર સ્માર્ટ સીટી છે.

આ પછી લોકોમાં સવાલ એ ઉઠે છે કે સ્માર્ટ સિટી એટલે સોનાના રસ્તા નહી તો કમસેકમ સારા રસ્તાની સુવિધા તો આપો. શહેરીજનોને મસમોટા ટેક્સ સામે સોનાના રસ્તાની નહી પણ સારા રસ્તાની છે અપેક્ષા તો છે જ. પ્રિમોનસૂન કામગીરી અને રસ્તા નિર્માણ પાછળ કરોડોના ખર્ચ છતાં શા માટે એક જ વરસાદમાં રસ્તા ધોવાઈ જાય છે તે મોટો સવાલ છે.

Ahmedabad-Heavy-rain_4

લોકોના પ્રશ્નો :

  • જતીન પટેલના આ નિવેદન બાદ તે સ્પષ્ટ છે કે સ્માર્ટ સિટી એટલે સોનાના રસ્તા નહી તેમ કહીને તંત્ર હાથ ઉંચા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
  • સ્માર્ટ સિટી એટલે સોનાના રસ્તા નહી તો કમસેકમ સારા રસ્તાની સુવિધા તો આપો

Ahmedabad Rain 002

  • શહેરીજનોને મસમોટા ટેક્સ સામે સોનાના રસ્તાની નહી પણ સારા રસ્તાની છે અપેક્ષા
  • રસ્તા નિર્માણ પાછળ કરોડોના ખર્ચ છતાં શા માટે એક જ વરસાદમાં ધોવાઈ જાય છે રસ્તા?

  • કરોડોના ખર્ચે રસ્તા રિસરફેસની કામગીરી છતાં પણ રસ્તા ધોવાઈ જતા ઉઠી રહ્યા છે સવાલ
  • સ્માર્ટ સિટી માટે જે 10 પેરામીટર્સની વાત કરે છે તેમાંથી કેટલા પેરામીટર્સ થયા છે પાર?
  • કામ માટેના જે 10 પેરામીટર્સ નક્કી થયા છે તે તમામ પેરામીટર્સમાં મળી છે સફળતા?
  • ખરાબ રસ્તાના કારણે અક્સ્માત કે જાનહાનિ થશે તો જવાબદાર કોણ?

Ahmedabad-Heavy-rain 07

અમદાવાદ પાણી-પાણી
લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ શુક્રવારે અને શનિવારે અમદાવાદ ઉપર અંતે મેઘકૃપા શરૂ જ છે અને તેના કારણે રસ્તાની હાલત ખરાબ છે. જેમાં ઉસ્માનપુરા વિસ્તારમાં નવ ઈંચ તો ગોમતીપુર અને રખિયાલ સહિતના વિસ્તારમાં પાંચ ઈંચ વરસાદ થતાં શહેરના મોટાભાગના વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી.

Ahmedabad-Heavy-rain 06

શાહીબાગ ઉપરાંત અખબારનગર,પરિમલ તથા મીઠાખળી અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર માટે તંત્ર તરફથી બંધ કરવામાં આવ્યા હતા.વરસાદી પાણીનો નિકાલ થતાં ફરી આ તમામ અંડરપાસ ટ્રાફિક માટે ફરી ખોલવામાં આવ્યા હતા.શહેરમાં મોસમનો સરેરાશ કુલ વરસાદ બપોરે ચાર કલાક સુધીમાં ૫.૧૫ ઈંચ નોંધાવા પામ્યો છે.સ્માર્ટ સિટીના કહેવાતા વિકાસનો ફુગ્ગો ફૂટી જતા લોકોએ તંત્રની નિષ્ફળતા સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

હજી આગામી ત્રણ દિવસોમાં ભારે વરસાદની આગાહી હવમાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

Back to top button