અમદાવાદ: પાકિટ-પર્સ ચોરતી ગેંગને દબોચી, એલ.સી.બી.ઝોન-1ના સ્ટાફની ઉત્તમ કામગીરી
- અમદાવાદ: પાકિટ-પર્સ ચોરતી ગેંગને દબોચી
- એલ.સી.બી.ઝોન-1ના સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી
- આરોપીઓ ભીડવાળી જગ્યાને ટાર્ગેટ કરતા હતા
- આરોપીઓનો છે ગુનાહિત ઈતિહાસ
- ૧,૧૫,૫૮૦/- ની મત્તાનો મુદ્દામાલ કર્યો કબ્જે
- ત્રણ ઇસમોને એલ.સી.બી.એ દબોચ્યા
નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ના ડો. લવિના સિંન્હાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર એલ.સી.બી.ઝોન-1ના સ્ટાફ દ્વારા શહેરમાંથી પાકિટ-પર્સની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. કુલ ત્રણ આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. તારીખ 08, મેના રોજ શહેરના નવરાંગપુરા કોમર્સ કોલેજ 6 રસ્તાના, મનરથ ફ્લેટ ખાતે આવેલ 58 કેફે હાઉસનું ઓપનીંગ રાખવામાં આવ્યું હતું. આ ઓપનિંગમાં ખજુરભાઈના એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. ભીડનો ફાયદો ઉઠાવી ત્રણ ઇસમોએ કેટલાક લોકોના પર્સ-પાકિટની નજર ચુકવી ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ચોરીનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરીપોઓમાં 1) સલમાન રસુલભાઇ દાવુદભાઇ ઢુસા (ઉ.વ.૨૪), 2) ઇનુસ બાબુભાઇ શેખ, (ઉ.વ.૪૧), 3) આશીફ ફકિરમોહંમદ અંસારી (ઉ.વ.૪૦) પકડાયેલ ત્રણેય આરોપીઓ વટવાના રહેવાસી છે.
તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓ પોતાનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. એલસીબીએ પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચોરીના મુદ્દામાલમાં 4 નંગ પાકિટ, ATM સહિતના અલગ-અલગ ઓળખપત્રો, ચોરીના રોકડા રૂપીયા ૯,૫૮૦, સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુન્હો કરતી વખતે ઉપયોગમાં લીધેલ ઓટો રીક્ષા, મોબાઈલ ફોન નંગ 3 સહિત કુલ રકમ રૂપિયા ૧,૧૫,૫૮૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ત્રણેય આરોપીઓની ધોરણસર અટક કરી ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ પોતે સોશીયલ મિડિયા મારફતે Mass Gathering થવાની હોય તેવી ભીડભાડ વાળી જગ્યાઓને ટાર્ગેટ કરી ભીડમાાં રહેલ માણસોની નજર ચુકવી ચાલાકીપુર્વક પાકિ-પર્સની ચોરી કરતા હતા. લોકોને તેમના પર ચોરી બાબતે શક ન જાય તે માટે ચોરી કરેલ માલ તુરંત જ એકબીજાને અરસ-પરસ આપી દઇ ચોરી કરતા હતા.
ભળિયાદ ખાતે દાદા બુખારીની દરગાહના મેળામાં, ગેબનશાહ પીરની દરગાહના મેળામાં અને મીરા દાતાર ઉાંઝા ખાતે ઉર્સના મેળામાં તેઓએ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી જમીન ભાડે મળશે, મહેસૂલ વિભાગે જાહેરાત કરી