અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ: આજે જયશાહ-હર્ષ સંઘવીના હાજરીમાં વોલીબોલ ખેલાડીઓનું કરાશે સન્માન

Text To Speech

ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન અભિવાદન સમારોહની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ ઉજવણી આજ રોજ  અમદાવાદના એસજી હાઇવે ખાતે આવેલી જાણિતી હોટલમાં જવા થઈ રહી છે.  જેમાં ચીફ ગેસ્ટ તરીકે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. તે ઉપરાંત અતિથિ વિશેષ તરીકે બીસીસીઆઈ સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ જય શાહ ઉપસ્થિત રહેશે.

રાજ્યના મેડલ વિજેતા વોલીબોલ ખેલાડીઓનું આજે કરાશે સન્માન

ગુજરાત રાજ્યના મેડલ વિજેતા વોલિબોલ ખેલાડીઓ કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં તેમને સન્માનિત કરવામાં આવશે. તે ઉપરાંત દેશભરમાં વોલીબોલની રમતને ઇન્ટરનેશનલ લેવલે લઈ જનારા ખેલાડીઓની પણ હાજરી મહત્વપૂર્ણ બની રહેશે. આગામી સમયમાં બોલીવોલ પ્રત્યે યુવાઓમાં જાગૃત્તા લાવવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે કાર્યક્રમ થકી ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.

રાજ્ય વોલીબોલ એસોશિએશનના પ્રમુખ એનજી પટેલ સ્વાગત પ્રવચન અને ઝાંખી આપશે

આ કાર્યક્રમમાં હાજર રહેતા મહેમાનોને આવકારવા માટે ગુજરાત રાજ્ય વોલીબોલ એસોશિએશનના પ્રમુખ એનજી પટેલ સ્વાગત પ્રવચન અને ઝાંખી આપશે. જણાવી દઇએ કે, આ સન્માન સમારંભમાં રાહબરો, ઓફિશીયલ્સ અને રમત પ્રોમોટર્સનું પણ સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરવામાં આવશે. તે ઉપરાંત સુવર્ણ ચંદ્રક વિજેતા-રજક ચંદ્રક વિજેતા અને કાંસ્ય ચંદ્રક વિજેતા ટીમોને ચેક અને મેડલ અર્પણ કરવામાં આવશે.

જય શાહ અને હર્ષ સંઘવી મેડલ વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરતું સંબોધન આપશે

મહત્વપૂર્ણ બાબત તે છે કે, આ કાર્યક્રમમાં જય શાહ અને હર્ષ સંઘવી મેડલ વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને વોલીબોલ રમતને ઇન્ટરનેશન લેવલે લઈ જવા માટે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતું સંબોધન પણ આપશે.

આ પણ વાંચો : IG અશોકકુમાર યાદવે રાજકોટ રેન્જના જિલ્લા પોલીસવડાઓ સાથે યોજી ક્રાઇમ કોન્ફરન્સ, જાણો શું આદેશ આપ્યા

Back to top button