અમદાવાદઃ વેજલપુર સ્ટાર્ટઅપ્સ ફેસ્ટિવલ 2.0; CM ભુપેન્દ્ર પટેલ દ્વારા કરાયું ઉદ્ઘાટન; 42 સ્ટોલ સાથે યુવાનોને પ્રેરિત કરાયાં

22 માર્ચ 2025 અમદાવાદ; શહેરના સિંધુભવન રોડ ખાતે આવેલી જેડ બેન્કવેટ ખાતે વેજલપુર સ્ટાર્ટઅપ્સ ફેસ્ટિવલ 2.0નું આયોજન ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 42 સ્ટાર્ટઅપ્સને વિના મૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુવા ઉદ્યોગસાહસિકો, પેટીએમના માલિક વિજય શેખર શર્મા, બોટના ફાઉન્ડર અમન ગુપ્તાએ સ્ટાર્ટઅપ્સ ફાઉન્ડર્સને પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વિશેષ હાજરી આપી હતી. ત્યારે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સીએમ ભુપેન્દ્ર પટેલ, paytm ફાઉન્ડર વિજય શેખર શર્મા તથા અમન ગુપ્તાએ યુવા ઉદ્યોગ સાહસિકોને કેવા પ્રકારનો મેસેજ આપ્યો જાણીએ.
11000 સ્ટાર્ટઅપ્સમાંથી 2000 માત્ર વેજલપુરના: ઠાકર
સૌથી પહેલા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં કુલ 11000 સ્ટાર્ટઅપ્સ છે. જેમાંથી 2,000 માત્ર વેજલપુરના છે. 2014 બાદ સ્ટાર્ટઅપ્સમાં 400 ટકાનો વધારો થયો છે. આ ફેસ્ટિવલમાં કુલ 42 સ્ટાર્ટઅપ્સને વિનામૂલ્ય સ્ટોલ આપવામાં આવ્યા છે. જેથી તેઓ નવા ઉદ્યોગિક સાહસોને સ્ટાર્ટઅપ્સ કરવા માટે પ્રેરિત કરી શકે અને તેમનો વ્યવસાય બતાવી વિસ્તાર કરી શકે.
પ્લેટફોર્મ આપવા માટે ગુજરાત સરકાર તૈયાર છે: CM
વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0 માં સીએમ ભુપેન્દ્ર પટેલે યુવા ઔદ્યોગિક સાહકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે ગુજરાતના અને ભારતના યુવાનો જેને કંઈ નવું ક્રીએટ કરવાની ઈચ્છા છે. આવડત છે પરંતુ પ્લેટફોર્મ નથી મળતું, જેના કારણે યુવાનો આવડત હોવા છતાં બિઝનેસમાં નામના મેળવી શકતા નથી. ભલે ભણેલા ન હોય પરંતુ એવું નથી કે તેમનામાં કોઈ વિશેષ કળા ન હોય, ગુજરાતના યુવાનોને આજે બિઝનેસ ક્ષેત્ર આગળ વધવું છે કંઈ નવું ક્રીએટ કરવું છે તો ગુજરાત સરકાર તેમની સાથે ઉભી છે. અમારા તરફથી કંઈ પણ કરવા જેવું હોય તો તમે અમને પર્સનલી મળીને જણાવી શકો છો. પ્રધાનમંત્રી મોદીએ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે અને યુવા ઉદ્યોગ સાહસિકોના આઈડિયાને માઇન્ડ ટુ માર્કેટ સુધી પહોંચાડવાની આગવી વ્યવસ્થા વિકસાવી છે. જેથી ગુજરાતના યુવાનોએ હવે આગળ આવવું જોઈએ.
સફળતા રાતોરાત નથી મળતી: અમન ગુપ્તા
બોટના ફાઉન્ડર અમન ગુપ્તાએ જણાવ્યું હતું કે અમારી બોટ કંપની આજે ભારતમાં નહીં પરંતુ વૈશ્વિક સ્તરે નામ ધરાવે છે જે એક સમયમાં અમને અશક્ય લાગતું હતું. જો તમારે પણ સફળતા મેળવવી હોય તો ધીરજ અને ધ્યેય રાખવું જરૂરી છે સફળતા રાતોરાત નથી મળતી પરંતુ લાગ્યા રહો તો એક દિવસ જરૂર મળે છે.
સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા શું જરૂરી છે જાણો
Paytmના ફાઉન્ડર વિજય શેખર શર્માએ યુવા ઉદ્યોગ સાહસિકોને સંબોધન કરતા કહ્યું હતું કે આજે પેટીએમ સમગ્ર ભારતમાં બ્રાન્ડ છે. કંઈ પણ મોટું કરવા માટે સૌથી પહેલા એ વિચાર આપણી અંદર લાવવો પડે છે. કોઈપણ મોટું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે જરૂરી નથી કે પૈસા હોવા જોઈએ, કે જરૂરી નથી કે કોઈ મોટો આઈડિયા હોવો જોઈએ, પરંતુ જરૂરી છે કે સફળતા પ્રાપ્ત કરવા માટે અંદરથી પેશન હોવું જરૂરી છે, આત્મવિશ્વાસ હોવો જરૂરી છે, એક ધ્યેય માટે લગાતાર પ્રયત્નો કરવા જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે 1998માં કોલેજ પાસ કર્યા બાદ મેં બિઝનેસ શરૂ કર્યું હતું અમેરિકા જતા હતા પણ હું ભારત રહ્યો અને paytmની શરૂઆત કરી જ્યારે 8 લાખ રૂપિયા માટે 40 ટકા હતી. ત્યારે લોકો મજાક બનાવતા હતા. પરંતુ આજે paytm બ્રાન્ડનું નામ આપ દરેક જગ્યાએ સાંભળી રહ્યા છો.