અમદાવાદમાં ગાયના છાણાં સાથેની વૈદિક હોળી ઉજવવામાં આવશે. જેમાં તૈયાર કિટ બજારમાં આવી છે. પર્યાવરણ જાગૃતિ અને સ્વાસ્થ્યની કાળજી માટે ગંભીર બનતા શહેરીજનો ગાયના છાણા સાથે પ્રગટાવાતી વૈદિક હોળીની તૈયાર કીટ પણ હવે બજારમાં ઉપલબ્ધ છે. હાલમાં વૈદિક હોળીની તમામ સામગ્રી સાથેની કીટ બજારમાં આવી ગઈ છે. અત્યાર સુધી અમદાવાદ- ગાંધીનગર જેવા શહેરોમાં લાકડાંની હોળી બનાવીને પ્રગટાવાતી હતી. પરંતુ શહેરીજનોમાં હવે પર્યાવરણ અને સ્વાસ્થ્યને લઈને આવેલી જાગૃતિના લીધે આ વખતે વૈદિક હોળી તરફ પસંદગીનો કળશ ઢોળાયો છે.
આ પણ વાંચો: સુરતમાં પોપ્યુલર બિલ્ડરનું વધુ એક કૌભાંડ, વેવાણ સાથે રૂ.3.25 કરોડની ઠગાઈ કરી
વૈદિક સામગ્રી સાથે પ્રગટાવાયેલી હોળીના અગ્નિથી વાત, પિત્ત અને કફ ત્રણેય દોષનું શમન થાય
હોળી પ્રગટાવવા પાછળનું શાસ્ત્રોક્ત મહત્વ તો છે. પરંતુ વૈજ્ઞાનિક અભિગમ પણ રહેલો છે. આથી દરેક ગામ, શહેર, મહોલ્લો અને શેરી કે સોસાયટીઓમાં હોળી પ્રગટાવવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં એવી પરંપરા છે કે દરેક ગામમાંથી ઘરે- ઘરે છાણા ઉઘરાવવામાં આવે, તે એકઠાં કરવામાં આવે અને તેની હોળી પ્રગટાવાવમાં આવે. જ્યારે અમદાવાદ- ગાંધીનગર શહેરોમાં છાણા સરળતાંથી મળતાં ન હોવાથી લાકડાઓની હોળી બનાવીને પ્રગટાવવાની પરંપરા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, અમદાવાદ સહિત આ વિસ્તારમાં પડશે માવઠું
કપૂર તથા 32 પ્રકારની જડીબુટ્ટીઓ સળગવાથી વાઈરસજન્ય રોગોની ઉત્પતિ અટકે
લાકડાં એકઠાં કરવામાં આવે, તેના પર જુની પતંગો અને અન્ય ચીજવસ્તુઓ રાખવામાં આવે અને તેને હોળી તરીકે પ્રગટાવવામાં આવે. પરંતુ હોળીમાં જ્યારે લાકડાં સળગાવવામાં આવે ત્યારે તેનાથી વાતાવરણ શુદ્ધિ થતી નથી. કે અન્ય કોઈ આરોગ્યની દ્રષ્ટિએ કે પર્યાવરણની દ્રષ્ટિએ કોઈ ફાયદો થતો નથી. આ વાત શહેરીજનોને સમજાતાં અમદાવાદ- ગાંધીનગરના શહેરીજનો હવે ધીમે-ધીમે વૈદિક હોળી તરફ વળ્યાં છે. વૈદિક હોળીમાં કેન્દ્રસ્થાને જ ગાયના છાણા હોય છે. માત્ર દેશી ગાયના છાણાથી જ હોળી પ્રગટાવવામાં આવે છે.
વૈદિક હોળીનું આરોગ્ય અને વાતાવરણની દૃષ્ટિએ મહત્ત્વ
આ ઉપરાંત તેમાં ભીમસેન કપૂર, ગાયનું ઘી, 32 જડીબુટ્ટીઓ સાથેની હવન સામગ્રી, નવગ્રહ ઔષધી, સાત પ્રકારના ધાન્ય સાથેનું માટલું અને શ્રીફળ મુકવામાં આવે છે. આ રીતે થતી હોળી વાતાવરણને તો શુદ્ધ કરે જ છે પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ માનવામાં આવે છે. હાલમાં શહેરીજનોને એક સમસ્યા એ થાય કે આ બધી સામગ્રી અને દેશી ગાયના છાણા ક્યાંથી લાવવા? તો તેનો હલ ઓનલાઈન માર્કેટે કાઢયો છે. હાલમાં વૈદિક હોળીની તમામ સામગ્રી સાથેની કીટ બજારમાં આવી ગઈ છે. જે ઓનલાઈન ધૂમ વેચાય છે. જેમાં 200 કિલો જેટલા ગાયના છાણા, ભીમસેન કપૂર, ગાયનું ઘી, 32 જડીબુટ્ટીઓ સાથેની હવન સામગ્રી, નવગ્રહ ઔષધી, સાત પ્રકારના ધાન્ય સાથેનું માટલું અને શ્રીફળ સહિતની તમામ ચીજ- વસ્તુ હોય છે.