ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ‘વૈષ્ણવજન’ ઈન્ટરનેટ રેડિયોનું લોન્ચિંગ કરાશે

  • રેડિયોમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જ ગાંધી વિચારને લગતા પ્રોગ્રામ આપશે
  • 29મીએ લોંચ કર્યા બાદ સત્તાવાર રીતે રેડિયોની શરૂઆત તા.12મી માર્ચથી કરી દેવામાં આવશે
  • ઈન્ટરનેટ રેડિયો દ્વારા રાજ્ય, દેશ અને દેશ બહારથી પણ લોકો સવારના પહોરમાં ગાંધી વિચારોની પ્રેરણા મેળવી શકશે

અમદાવાદના ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ‘વૈષ્ણવજન’ ઈન્ટરનેટ રેડિયોનું લોન્ચિંગ કરાશે. ગાંધીજીની વાત નવી પેઢીના યુવાનો સુધી પહોંચાડવા નિર્ણય લેવાયો છે. અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જ ગાંધી વિચારને લગતા પ્રોગ્રામ આપશે. જેમાં સવારે 7થી 8 કલાક દરમિયાન ગાંધી વિચારને લગતા પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ATS, NCB અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં સફળતા

રેડિયોમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જ ગાંધી વિચારને લગતા પ્રોગ્રામ આપશે

અમદાવાદના આશ્રામરોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નવી પેઢીના યુવાનો ગાંધી વિચારથી પરિચિત થાય એ હેતુથી ઈન્ટરનેટ રેડિયો શરૂ કરશે. તા.29મી ફેબ્રુઆરી દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્મ જંયતિના દિવસે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ‘વૈષ્ણવજન’ નામથી ઈન્ટરનેટ રેડિયો લોંચ કરવામાં આવશે. 29મીએ લોંચ કર્યા બાદ સત્તાવાર રીતે રેડિયોની શરૂઆત તા.12મી માર્ચથી કરી દેવામાં આવશે. જેમાં રોજ સવારે 7થી 8 કલાક દરમિયાન ગાંધી વિચારને લગતા પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવશે. આ રેડિયોમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જ ગાંધી વિચારને લગતા પ્રોગ્રામ આપશે.

આ પણ વાંચો: ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં રૂપિયા ખર્ચો અને ખેડૂત હોવાનું સ્ટેટ્સ-સર્ટી મેળવવાનું કૌભાંડ 

ઈન્ટરનેટ રેડિયો દ્વારા રાજ્ય, દેશ અને દેશ બહારથી પણ લોકો સવારના પહોરમાં ગાંધી વિચારોની પ્રેરણા મેળવી શકશે

આ અંગે વિગતો આપતાં ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ડૉ.હર્ષદ પટેલે જણાવ્યું હતુ કે, મહાત્મા ગાંધીની વાત આજની યુવા પેઢી સુધી પહોચાડવા માટે ઈન્ટરનેટ રેડિયો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘વૈષ્ણવજન’ નામથી શરૂ થનાર આ રેડિયોની મુખ્ય ટેગલાઈન ‘સ્પંદન ગાંધી વિચારના’ રાખવામાં આવી છે. એટલે કે, આ રેડીયો પર માત્ર ગાંધી વિચારના જ પ્રોગ્રામ આપવામાં આવશે. જેનું સંચાલન પણ ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ કરશે. રેડિયોનું લોંચિગ તા.29મી ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવ્યું છે. એ પછી તા.12મી માર્ચે વિધિવત શરૂઆત કર્યા પહેલા વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવામાં આવશે. ઈન્ટરનેટ રેડિયો દ્વારા રાજ્ય, દેશ અને દેશ બહારથી પણ લોકો સવારના પહોરમાં ગાંધી વિચારોની પ્રેરણા મેળવી શકશે.

Back to top button