અમદાવાદ: વાડજ પોલીસે એસ્ટેટ અને ટોરન્ટ વિભાગ સાથે મળીને ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું


30 માર્ચ 2025 અમદાવાદ: શહેરના વાડજ પોલીસ સ્ટેશન દ્વારા AMCની એસ્ટેટ વિભાગ અને ટોરન્ટ વિભાગની ટીમ સાથે મળીને જુના અને નવા વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા અનધિકૃત બાંધકામો દૂર કરવાની મહત્ત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે આવનારા દિવસોમાં અસામાજિક તત્વો પર નિયંત્રણ મુકવામાં આવશે જેથી જાહેર સ્થળો પર ગેરકાયદેસર કબ્જા કરનારા લોકો માટે કડક સંદેશો જાય
દારૂ, જુગાર, ખંડણીખોરો પર ચાલ્યું દાદાનું બુલડોઝર
વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના જાહેરમાં ત્રાસને લઈને સમગ્ર ગુજરાતમાં ગૃહ વિભાગ દ્વારા કડક અમલવારીના આદેશ બાદ રાજ્યભરના આ સામાજિક તત્વોની યાદી તૈયાર કરાઇ છે. એ યાદીમાં સમાવિષ્ટ લોકોના ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક ધોરણે અમદાવાદ સહિત રાજ્યભરના મહાનગરો અને નગરોમાં દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્યની પોલીસ એસ્ટેટ વિભાગની ટીમ તથા જે તે શહેરની ટોરેન્ટ તથા પીજીવીસીએલની ટીમો દ્વારા સાથે મળીને કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેરના જુના અને નવા વાડજ વિસ્તારમાં દારૂ, જુગાર, ખંડણી તેમજ જાહેરમાં માહોલ ખરાબ કરનારા અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ચાલી ગયું છે.
અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવાનો મુખ્ય હેતુ
વાડજ PIએ HD ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે DGPના કડક આદેશ બાદ જુના અને નવા વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા અનધિકૃત બાંધકામો દૂર કરવાની મહત્ત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ કૌશિક ઉર્ફે ગોટલી રાધેશ્યામ ઓડ (જુના વાડજ), રાહુલ ઉર્ફે ગોલ્ડન પુનમભાઇ ઓડ (વણઝારા વાસ, જુના વાડજ), ભરત ઉર્ફે કાઠીયાવાડી ભીખાભાઇ મેવાડા (કૃષ્ણનગરની ચાલી, નવા વાડજ) અને હર્ષદ ઉર્ફે હકુડો ગણેશભાઇ રાઠોડ (હનુમાનપુરા, જુના વાડજ) દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે અસામાજિક તત્વો પર નિયંત્રણ મૂકી આવી પ્રવૃત્તિઓ રોકાય અને જાહેર સ્થળો પર ગેરકાયદેસર કબ્જા કરનારા લોકો માટે કડક સંદેશ જાય.
View this post on Instagram