અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની નવી 22 માળની ઓફિસ આ વિસ્તારમાં બનશે
- એસ.જી.હાઈવે પર ઔડાનો 7000 ચો.મી.નો પ્લોટ છે
- શહેરી વિકાસ સત્તામંડળની હાલ આશ્રમ રોડ પર ઓફિસ આવેલી છે
- આગામી એકાદ સપ્તાહમાં ટેન્ડર બહાર પાડી દેવાશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની નવી 22 માળની ઓફિસ બનશે. જેમાં ઔડા દ્વારા ઝાયડસ હોસ્પિટલની સામે 22 માળનું અર્બન ભવન બનાવાશે. ઔડાની હાલની ઓફિસ નાની પડતાં એસ.જી.હાઈવે પર નવી બનાવાશે. ઔડા ઉપરાંત GTPCL અને TPOને પણ નવી ઓફિસમાં જગ્યા આપશે. તેમાં એસ.જી.હાઈવે પર ઔડાનો 7000 ચો.મી.નો પ્લોટ છે.
આ પણ વાંચો: આજથી ગુજરાતમાં નવા વ્હિકલ નંબર પ્લેટ સાથે જ વેચાણ થશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની હાલ આશ્રમ રોડ પર ઓફિસ આવેલી છે
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની હાલ આશ્રમ રોડ પર ઓફિસ આવેલી છે. જે જગ્યા હવે નાની પડતી હોવાથી ઔડાએ એસ.જી.હાઈવે પર ઝાયડસ હોસ્પિટલની સામે 22 માળની પોતાની નવી ઓફિસ અર્બન ભવન બનાવવાનો નિર્ણય કર્યો છે. ઔડાની 1978માં સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આશ્રમ રોડ પર આવેલી હાલની ઓફિસમાં જ તે બેસે છે. આ જગ્યા મૂળતઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની માલિકીની મ્યુનિસિપલ માર્કેટ માટેની હતી. બાદમાં ઔડાને આપી દેવામાં આવી હતી. જે રીતે ઔડાનું કાર્યક્ષેત્ર વધ્યું છે અને જે રીતે વસતિ વધી છે એ મુજબ હાલની ઓફિસ ઔડા માટે ખુબ જ અપુરતી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પ્રદૂષણ વધ્યું, મોટા ભાગની નદીઓ-તળાવોનું પાણી ખરાબ
એસ.જી.હાઈવે પર ઔડાનો 7000 ચો.મી.નો પ્લોટ છે
આથી ઔડાએ નિર્ણય કર્યો છે કે હવે એસ.જી.હાઈવે પર ઝાયડસ હોસ્પિટલની સામે નવી ઓફિસ બનાવવી. ઔડાના અધિકારીએ જણાવ્યું હતું કે એસ.જી.હાઈવે પર ઔડાનો 7000 ચો.મી.નો પ્લોટ છે. જેમાંથી 3,500 ચો.મી.માં 70 મીટર હાઈટ એટલે કે લગભગ 22 માળનું અર્બન ભવન બનાવવાનું આયોજન છે. આગામી એકાદ સપ્તાહમાં તેનું ટેન્ડર બહાર પાડી દેવાશે. બાકીની 3,500 ચો.મી. જમીન વેચવામાં આવશે. તેમાંથી થનારી આવકમાંથી નવી કચેરી બનાવવામાં આવશે. આ નવી ઓફિસમાં ઔડાની પોતાની ઓફિસ ઉપરાંત ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્ટ લિ. GTPCLની ઓફિસ પણ હશે.