અમદાવાદ: ઉતરાયણ પર્વ પહેલા પૂર્વ વિસ્તારમાં ઘાતક દોરીનું બેરોકટોક વેચાણ
- અમરાઇવાડી, રામોલ, માધુપરા અને દાણીલમડામાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ
- પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
- રામોલમાં પકડાયેલા બે શખ્સ પાસેથી બિયરના ૩૬ ટીન પણ મળી આવ્યા
અમદાવાદમાં ઉતરાયણ પર્વ પહેલા પૂર્વ વિસ્તારમાં ઘાતક દોરીનું બેરોકટોક વેચાણ થઇ રહ્યું છે. તેથી પોલીસે અમરાઇવાડી, રામોલ, માધુપરા અને દાણીલમડામાંથી ચાઇનીઝ દોરીના રૂપિયા ૪૨ હજારના ૨૩૯ ટેલરો સાથે છ લોકોની ધરપકડ કરી હતી અને તેઓ સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રામોલમાં પકડાયેલા બે શખ્સ પાસેથી બિયરના ૩૬ ટીન પણ મળી આવ્યા
ઉલ્લેખનિય છે કે રામોલમાં પકડાયેલા બે શખ્સ પાસેથી બિયરના ૩૬ ટીન પણ મળી આવ્યા હતા. છ શખ્સો પાસેથી ૨૩૯ ચાઇનીઝ દોરીના ટેલર તથા રામોલમાં આરોપીઓ પાસેથી બિયર ટીન પણ મળ્યા પોલીસે ગુનો નોંધી ક્યાંથી લાવ્યા હતા તે સહિતની તપાસ શરુ કરવામાં આવી છે. રામોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે સી.ટી.એમ બરોડા એક્સપ્રેસ હાઇવેના નાકા પાસે ઇસનપુરમાં રહેતા બે શખ્સો પાસેથી ટ્રોલી બેગ મળી હતી જેમાં કપડા નીચે બિયરના ૩૬ ટીન અને ૧૭૮ નંગ રૂ. ૩૫,૬૦૦ની કિંમતના ચાઈઇનીઝ દોરીના ટેલર મળી આવ્યા હતા.
પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
માધુપુરા પોલીસે શાહીબાગ નમસ્તે સર્કલ પાસેથી દાણીલીમડા ખાતે રહેતા યુવક પાસેથી રૂ.૨૨,૫૦૦ની કિંમતના ૪૫ ચાઇનીઝ દોરીના ટેલર મળી આવ્યા હતા ઉપરાંત અમરાઇવાડી પોલીસે અમરાઇવાડીમાં અંકુર સ્કૂલ પાસેથી ઇસનપુરમાં રહેતા બે યુવકને પકડીને તેમની પાસેથી રૂ. ૩,૧૫૦ કિમતના ૧૫ ચાઇનીઝ દોરીના રીલ કબજે કર્યા હતા અને દાણીલીમડા પોલીસે દાણીલીમડા બેરેલ માર્કટ પાસેથી દાણીલીમડામાં રહેતા યુવકને રૂ.૧૫૦ના એક ટેલર સાથે પકડી પાડીને તેની સામે પણ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતના બિઝનેસમેનની અમેરિકામાં ધરપકડ, જાણો સમગ્ર મામલો