ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: હેરિટેજ થીમના મથક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરશે

Text To Speech
  • અમિત શાહ મતદાન પહેલા કામેશ્વર મહાદેવના દર્શન કરશે
  • નારણપુરાની શાળામાં સવારે 9.30 વાગ્યે મતદાન કરશે
  • સહપરિવાર સાથે નારણપુરામાં મતદાન કરશે

અમદાવાદમાં હેરિટેજ થીમના મથક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરશે. જેમાં અમિત શાહ મતદાન પહેલા કામેશ્વર મહાદેવના દર્શન કરશે. તથા અમિત શાહ સહપરિવાર સાથે નારણપુરામાં મતદાન કરશે. ત્યારે હેરિટેજ થીમ પર નારણપુરા મતદાન મથક તૈયાર કરાયુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નકલી પનીર, ઘી બાદ અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે

નારણપુરા મતદાન મથક પર હેલ્થ ટીમ, પાણી, વ્હિલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી તા. 7 મે ના રોજ લોકસભાનાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે. જેમાં મોડી સાંજે પીએમ મોદી ગુજરાત આવશે. PM મોદી 9.30 કલાકે અમદાવાદ એયરપોર્ટ આવશે. તેમજ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. તથા આવતીકાલે સવારે રાણીપ ખાતે મતદાન કરશે. તેમાં સવારે 7.30 કલાકે મતદાન કરી પીએમ ચોથા ચરણના પ્રચારમાં જવા રવાના થશે.

સવારે 11 વાગ્યા પહેલા તમામ મોટા નેતાઓ મતદાન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદી સવારે 7.30 કલાકે મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરામાં મતદાન કરશે. અમિત શાહ નારણપુરાની શાળામાં સવારે 9.30 વાગ્યે મતદાન કરશે. ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત આવશે. આનંદીબેન પટેલ શીલજમાં સવારે 10 વાગ્યે મતદાન કરશે. સવારે 11 વાગ્યા પહેલા તમામ મોટા નેતાઓ મતદાન કરશે.

Back to top button