મધ્ય ગુજરાત

અમદાવાદ : નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવરને QR કોડ સાથે એટેચ કરાશે

Text To Speech

અમદાવાદ શહેરમાં મહિલા ક્રાઇમ રેટમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ દ્વારા નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવરને QR કોડ સાથે એટેચ કરવામાં આવશે. આ QR કોડ સ્કેન કરવાથી રિક્ષા ડ્રાઈવર કે ટેક્સી ડ્રાઈવરની તમામ ડિટેઈલ મોબાઈલમાં એક ક્લિક પર મળી જશે.

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટના વર્ષ 2021ના આદેશની અવમાનના, 2023માં પ્રાથમિક શિક્ષણ નિયામકને ફટકાર
નિર્ભયા - Humdekhengenewsઅમદવાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમ રેટ વધી રહ્યો છે ત્યારે પોલીસ પણ સતર્કતા રાખી રહી છે. અમદાવાદ શહેરમાં મહિલા સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ મહિલાઓની ખાસ સુરક્ષાઓને ધ્યાનમાં રાખી રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવરને QR કોડ સાથે એટેચ કરવામાં આવશે. આ QR કોડ સ્કેન કરવાથી રિક્ષાચાલક કે ટેક્સી ડ્રાઈવરની તમામ ડિટેઈલ તમારા મોબાઈલમાં મળી જશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે હાલ અમદાવાદ પોલીસ રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોની તમામ વિગતો એકઠી કરીને એક ફોર્મ તૈયાર કરી રહી છે. નિર્ભયા - Humdekhengenewsઅમદાવાદ શહેરમાં વધતા જતા ક્રાઈમને ધ્યાનમાં રાખીને પોલીસ કેટલાક વિસ્તારોમાં હાઈટેક CCTV કેમેરા પણ લગાવશે. શહેરમાં ઘણા વિસ્તાર એવા છે જ્યા નાની મોટી ઘટના બનતી રહેતી હોય છે ત્યા આ પ્રોજેકટ હેઠળ CCTV કેમેરા લગાવવામાં આવશે. અમદાવાદ શહેરમાં 35 ક્રાઈમના હોટ વિસ્તાર છે જ્યા અંદાજે 667 CCTV કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત 250 CCTV કેમેરા સાબરમતી રિવરફ્રન્ટ, 150 CCTV કેમેરા શહેરના સિટી બસ સ્ટોપ પર લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ સતર્કતા કેળવી શહેરની સુરક્ષા માટે પગલાં ભરી રહી છે.

Back to top button