ગુજરાત

અમદાવાદ – ગાંધીનગરમાં U20 સમિટ : વિદેશી મહેમાનોનું ધામધૂમથી સ્વાગત

Text To Speech

ગુજરાત G20 મેયરલ સમિટની યજમાની કરી રહ્યું છે. 500 થી વધુ સહભાગીઓ સાથે આ અત્યાર સુધીની સૌથી મોટી U20 સમિટમાંની એક હશે.

ગુજરાત કરશે G20 મેયરલ સમિટની યજમાની

અમદાવાદ-ગાંધીનગરમાં આજે અને આવતી કાલે G20ના અર્બન 20જૂથની મેયર સમિટ યોજાશે. જેમાં 40 દેશમાંથી મેયર-ડે.મેયર સહિત 130 ડેલિગેટ્સ આર્જે ગુજરાત આવી પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં હેરિટેજ વૉક સાથે વિવિધ સ્થળની મુલાકાત લેશે.

અમદાવાદ અને ગાંધીનગરમાં મેયરલ સમિટનું આયોજન

G20 હેઠળના એન્ગેજમેન્ટ જૂથ અર્બન 20 ના મેયરલ સમિટના છઠ્ઠા ચક્ર માટે આજે અને આવતી કાલે વિશ્વના 57 શહેરો અને ભારતના 35 શહેરોના પ્રતિનિધિઓ અમદાવાદ અને ગાંધીનગરમાં એકઠા થશે.

g20-humdekhengenews

અમદવાદ એરપોર્ટ પર વિદેશી મહેમાનોનુ સ્વાગત

U20 અંતર્ગત અમદાવાદ માં આયોજિત થનારી ‘મેયરલ સમિટ’માં ભાગ લેવા અમદાવાદ એરપોર્ટ પર વિદેશી મહેમાનો આવી પહોંચ્યા હતા. યુ.કે. થી પધારેલા સુરેશકુમાર રોહિલા અને વિલિયમ કિંગડમનું અમદાવાદ એરપોર્ટ પર પરંપરાગત ઢબે સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિદેશી મહેમાનો અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળોની લેશે મુલાકાત

તા.7 અને 8 જૂલાઈ એમ બે દિવસ ચાલનારી આ સમિટના ભાગરૂપે અમદાવાદ શહેરમાં હેરિટેજ વોક, સાબરમતી આશ્રમ, રિવરફ્રન્ટ સહિતના સ્થળોની મુલાકાત લેશે અને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વિવિધ વિષય પર ચર્ચા સત્ર પણ યોજાશે.

આ અત્યાર સુધીની સૌથી મોટી U20 સમિટમાંની એક બનશે

સરકારી પ્રતિનિધિઓ અને નોલેજ પાર્ટનર્સ ઉપરાંત મેયર, ડેપ્યુટી મેયર અને શહેરના અધિકારીઓ સહિત 500 થી વધુ સહભાગીઓ સાથે, તે અત્યાર સુધીની સૌથી મોટી U20 સમિટમાંની એક બનવા જઈ રહી છે.

Back to top button