અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કાંડ મામલે હવે અસલી પત્તા ખુલશે
- વર્ષ 2017માં બ્રિજનું છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ તરીકે લોકાર્પણ કર્યુ હતુ
- અજય ઇન્ફ્રા.કંપનીના માલિક સહિત ચાર આરોપીની ધરપકડ
- એક આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા
અમદાવાદમાં હાટકેશ્વર છત્રપતિ શિવાજી બ્રિજનું બાંધકામ કર્યા બાદ ત્રણ વર્ષમાં જ નબળા બાંધકામની પોલ ખુલી જતા અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેકટરો તેમજ અધિકારીઓ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાની તીવ્રતામાં થયો વધારો, ગુજરાતના 7 જિલ્લામાં ખતરો
અજય ઇન્ફ્રા.કંપનીના માલિક સહિત ચાર આરોપીની ધરપકડ
જેમાં પોલીસે અગાઉ અજય ઇન્ફ્રા.કંપનીના માલિક સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં પોલીસે એસજીએસમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મ્યુનિ. દ્વારા અજય ઇન્ફ્રાસ્ટ્રકચરને બ્રિજની કામગીરી સોંપાઈ હતી. અને તેના સુપરવિઝન માટે એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને નિયુક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભાવનગર: બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, સ્કૂલોમાં સ્થળાંતર માટે વ્યવસ્થા
વર્ષ 2017માં બ્રિજનું છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ તરીકે લોકાર્પણ કર્યુ હતુ
વર્ષ 2017માં બ્રિજનું છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ તરીકે લોકાર્પણ કર્યુ હતુ. એક વર્ષ બાદ બ્રિજમાં ગાબડા પડવાની શરૂઆત થઇ હતી. જેને લઇને એએમસીએ વર્ષ 2022માં બ્રિજ બંધ કર્યો હતો. બ્રિજમાં હલકી ગુણવત્તાનો માલ વાપરીને બ્રિજનું બાંધકામ કર્યુ હોવાનું સામે આવતા અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેકટરો તેમજ અધિકારીઓ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ નોધાઇ હતી.
પોલીસે અગાઉ અજય ઇન્ફ્રા.કંપનીના માલિક સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે આ કેસમાં વધુ બે આરોપી પ્રવિણ દેસાઇને સેટેલાઇટ અને ભાઇલાલ હીરાલાલ પંડયાની વડોદરામાંથી ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોર્ડિનેટર તરીકે ફરજ બજાવતા હતા.