Ahmedabad : દાગીના ખરીદવાના બહાને નજર ચૂકવી સોનું ચોરી કરતા બે ઝડપાયા
અમદાવાદમાં ચોરીના ગુના દિવસેને દિવસે વધી રહ્યા છે તો પોલીસ પણ ચોરોને પકડવામાં કોઈ કશર રાખતી નથી. અમદાવાદ ઝોન-1 પોલીસ દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલઝમાં જણાવાયું હતું કે, તારીખ 27/04/2023 ના રોજ સાંજના 6 વાગ્યાની આસપાસ બે મહિલા તથા બે ઈસમોની એક ટોળકી સોલા ચાણક્યપુરી શાક માર્કેટ ખાતે આવેલ નાકોડા જ્વેલર્સ નામની દુકાનમાં દાગીના ખરીદવાના બહાને જઈ દાગીના કઢાવી નજર ચૂંકવી સોનાની વીંટીની ચોરી કરનાર ટોળકી પૈકીનાં 2 આરોપીઓને બાતમીના આધારે ઝડપી પડ્યા હતા.
આ પણ વાંચો : તોડ કાંડ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ મળ્યા પુરાવા, જાણો તોડ કાંડના રુપિયાનું શું કર્યું ?
આરોપીઓ પાસેથી સોનાની વીંટી મળી કુલ 39,254/-નો મુદ્દામાલ પોલીસ કબજે કરી આરોપી અનિલ ઉર્ફે ભૂંડયો અને કારણ ઉર્ફે કાલુને કલમ 41(1)d હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં ઝોન-1 પોલીસ દ્વારા અલગ અલગ કેસમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી રહી છે ત્યારે ગુનેગારો પણ હવે કોઈપણ ગુનો કરતાં પહેલા વિચારતા થઈ ગયા છે.