અમદાવાદ: ઘરમાં ગાંજાની ખેતી મામલે ત્રણ આરોપીઓની મુશ્કેલીઓ વધી
- મુખ્ય આરોપીને પકડવા પોલીસ ઝારખંડ જવા રવાના થઇ છે
- ઓટોમેટિક ફોટોસિન્થેસિસ વ્યવસ્થા ઊભી કરીને ખેતી કરતા હતા
- બે ફલેટમાં 100થી વધુ કુંડમાં હાઇડ્રોફોનિક ગાંજાની ખેતી થતી હતી
અમદાવાદના ઘરમાં ગાંજાની ખેતી મામલે ત્રણ આરોપીઓની મુશ્કેલીઓ વધી છે. જેમાં સાઉથ બોપલમાં ગાંજાની ખેતીનો મામલો ત્રણ આરોપીઓ 3 દિવસના રિમાન્ડ પર છે. તેમાં ગાંજાના બિયારણ મોકલનાર મુખ્ય આરોપીને પકડવા પોલીસ ઝારખંડ જવા રવાના થઇ છે. ઓટોમેટિક ફોટોસિન્થેસિસ વ્યવસ્થા ઊભી કરવામાં કોણે મદદ કરી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.ૉ
આ પણ વાંચો: ગુજરાત: પીએમજેએવાય- આયુષ્યમાન મા યોજનામાં સંખ્યાબંધ છબરડા
બે ફલેટમાં 100થી વધુ કુંડમાં હાઇડ્રોફોનિક ગાંજાની ખેતી થતી હતી
બે ફલેટમાં 100થી વધુ કુંડમાં હાઇડ્રોફોનિક ગાંજાની ખેતી થતી હતી. સાઉથ બોપલના ઓર્ચિડ લેગસીના ડી બ્લોકના 15મા માળે બે ફ્લેટ ભાડે રાખી એક યુવતી, સીએ યુવક સહિત ત્રણ શખ્સે ગાંજાની ખેતી કરતા હોવાથી બે દિવસ પહેલાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. સરખેજ પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, સીએ થયેલો રવિપ્રકાશનો ભાઇ સમગ્ર ગાંજાની ખેતી કરાવતો હોવાથી પોલીસ તેણે ઝડપી પાડવા માટે ઝારખંડ પહોંચી છે. આ ઉપરાંત, વોન્ટેડ આરોપી અને પકડાયેલા ત્રણેય આરોપીએ અન્ય વ્યકિત પાસે ઓટોમેટિક ફોટોસિન્થેસિસ વ્યવસ્થામાં ઊભી કરવામાં મદદ કરી હોવાની શંકાના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં હવે પ્રદૂષણ ઘટશે, એમિશન ટ્રેડિંગ સ્કીમ શરૂ થશે
ઓટોમેટિક ફોટોસિન્થેસિસ વ્યવસ્થા ઊભી કરીને ખેતી કરતા હતા
સાઉથ બોપલમાં આવેલા ઓર્ચીડ લેગસીના બ્લોક નંબર ડી/2/1,501 અને ડી/2/1,504ના બે ફલેટમાં 100થી વધુ કુંડમાં હાઇડ્રોફોનિક ગાંજાની ખેતી થતી હતી. આથી પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રવિપ્રકાશ, વિરેન મોદી અને રિતિકા પ્રસાદ સામે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધીને ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય વ્યકિતને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, ત્રણેય આરોપીઓ ઝારખંડથી હાઇડ્રોફોનિક ગાંજાનું બિયારણ લાવીને બેડરૂમમાં સૂર્યપ્રકાશ માટે એલઇડી, પાણીના છંટકાવ માટે ટપક સિંચાઇ પદ્ધતી ગોઠવી સહિતની ઓટોમેટિક ફોટોસિન્થેસિસ વ્યવસ્થા ઊભી કરીને ખેતી કરતા હતા.