ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: 9 નિર્દોષ વ્યક્તિઓને કચડી નાખનાર તથ્ય પટેલ સામે ગ્રામ્ય કોર્ટમાં ટ્રાયલ શરૂ

  • થાર ગાડી મોવ રેસ્ટોરેન્ડના કંપાઉન્ડની દીવાલમાં ઘૂસી ગઇ હતી
  • તથ્યની 31 જુલાઇ 2023ના રોજ ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી
  • ઈસ્કોન બ્રિજ કેસમાં એક વર્ષ બાદ પણ તથ્ય પટેલ સામે હજુ ચાર્જ ફ્રેમ થઇ શક્યો નથી

અમદાવાદમાં 9 નિર્દોષ વ્યક્તિઓને કચડી નાખનાર તથ્ય પટેલ સામે ટ્રાયલ શરૂ થઇ છે. પણ ઈસ્કોન બ્રિજકાંડમાં હજુ ચાર્જફ્રેમ પણ થયો નથી. ફરિયાદીની જુબાની પૂર્ણ થઈ છે હવે 21 ઓગસ્ટે ઊલટ તપાસ હાથ ધરાશે. અકસ્માતમાં થાર ગાડી મોવ રેસ્ટોરેન્ડના કંપાઉન્ડની દીવાલમાં ઘૂસી ગઇ હતી.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ધ્વજવંદન કરી સંબોધન કર્યું 

ઈસ્કોન બ્રિજ કેસમાં એક વર્ષ બાદ પણ તથ્ય પટેલ સામે હજુ ચાર્જ ફ્રેમ થઇ શક્યો નથી

એસજી હાઈવે પાસે કાફે પાસે બેફામ થાર ગાડી ચલાવી અકસ્માત કેસમાં તથ્ય પ્રજ્ઞેશ પટેલ સામે ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં શરૂ કરવામાં આવી છે. જેમાં ફરિયાદીની જુબાની લેવામાં આવી હતી. આ મામલે હવે 21મી ઓગસ્ટના રોજ ફરિયાદીની ઊલટ તપાસ હાથ ધરવામાં આવશે. બીજી તરફ્ ઈસ્કોન બ્રીજ પર નવ નિર્દોષોને કચડી નાંખવાના કેસમાં એક વર્ષ બાદ પણ તથ્ય પટેલ સામે હજુ ચાર્જ ફ્રેમ થઇ શક્યો નથી તેથી તે કેસ હજુ પડતર છે. આ કેસમાં હાઇકોર્ટમાં તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજી પડતર હોવાથી તારીખ પડી રહી છે.

થાર ગાડી મોવ રેસ્ટોરેન્ડના કંપાઉન્ડની દીવાલમાં ઘૂસી ગઇ હતી

નવ નિર્દોષ વ્યક્તિઓને કચડી નાખનાર તથ્ય પ્રજ્ઞેશ પટેલે આ અકસ્માત સર્જ્યો તેના થોડા સમય પહેલાં પોતાની થાર ગાડી બેફામ રીતે હંકારી હતી અને અકસ્માત સર્જયો હતો. જેમાં થાર ગાડી મોવ રેસ્ટોરેન્ડના કંપાઉન્ડની દીવાલમાં ઘૂસી ગઇ હતી. જોકે, આ મામલે તથ્યના પિતાએ સમાધાન કરી દીધું હતું, પરંતુ ઘટનાના થોડા જ દિવસ બાદ તથ્યએ 9 વ્યક્તિઓને કચડી નાખ્યાની ઘટના બાદ થારવાળો કેસ પણ સામે આવ્યો હતો. જેથી આ મામલે રેસ્ટોરેન્ટના માલિક મિહિર હેતલભાઇ શાહે તથ્ય પ્રજ્ઞેશ પટેલ સામે ટ્રાફ્કિ પોલીસ મથકમાં 22 જુલાઇ 2023ના રોજ આઇપીસી અને એમવી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

તથ્યની 31 જુલાઇ 2023ના રોજ ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી

જેથી ટ્રાફ્કિ પોલીસે આ મામલે તથ્યની 31 જુલાઇ 2023ના રોજ ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. જોકે, તેણે જામીન પોલીસ મથક આપતા પોલીસે તેને જામીન પર મુક્ત કરી દીધો હતો. બીજી તરફ્ આ મામલે તપાસ કરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.સાગઠિયાએ 11 સપ્ટે. 2023ના રોજ તથ્ય સામે ચાર્જશીટ કરી હતી. આ કેસમાં તથ્યની મુદત હોવાથી તેને બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સામે ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. ગ્રામ્ય કોર્ટના સરકારી વકીલ એમ.એસ.શેખે ફરિયાદીની સર તપાસ લીધી હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, રાત્રે 3.45 કલાકની આસપાસનો બનાવ હોવાનું, ત્યારે થાર ગાડી દીવાલને અથડાઇ તેની જાણ સિક્યોરિટી ગાર્ડ દ્વારા કરવામાં હતી. જેના આધારે ફરિયાદ નોંધાઈ હતી.

Back to top button