અમદાવાદ: ભારે વરસાદથી શહેરમાં વૃક્ષો પડ્યા અને વિવિધ અંડરપાસ બંધ કરાયા
- નહેરુનગરના ઓજસ એપાર્ટમેન્ટમાં છત ધરાશાયી
- વાસણા બેરેજના 5 દરવાજા ખોલવામાં આવ્યા
- મીઠાખળી-પરિમલ અંડરપાસ પણ બંધ કરાતા સ્થાનિકો અટવાયા
અમદાવાદમાં ભારે વરસાદથી શહેરમાં વૃક્ષો પડ્યા અને વિવિધ અંડરપાસ બંધ કરાયા છે. જેમાં શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. તેમાં મીઠાખલી અને પરિમલ અંડરપાસ પણ બંધ કરાતા સ્થાનિકો અટવાયા છે. તથા વિવિધ વિસ્તારોમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા આખો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. હેલમેટ ચારરસ્તા, વિજય ચાર રસ્તા પર પણ પાણી ભરાયા છે.
આ પણ વાંચો: અંકલેશ્વર: લખપતિ દીદી અભિયાન અંતર્ગત રૂ.42 લાખની સહાય અપાઈ
વાસણા બેરેજના 5 દરવાજા ખોલવામાં આવ્યા
શહેરમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. 1 દરવાજો 2 ફૂટ જ્યારે 1 દરવાજો 2.5 ફૂટ અને અન્ય દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.અમદાવાદમાં ભારે પવન સાથેના વરસાદ વરસ્યો છે. જેમાં ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે વૃક્ષ ધરાશાયી થયુ છે. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા આખો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જેમાં રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. બેરેજ રોડ પર 2 વૃક્ષ, ધરણીધર દેરાસર પાછળ આરસીપટેલ શાળા પાસે 1 વૃક્ષ ધરાશયી થયુ છે. તેમજ નહેરુનગરમાં મકાનની છત થઈ ધરાશાયી થઇ છે. વહેલી સવારથી વરસાદી માહોલ છે. જેમાં અમદાવાદના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ હેલમેટ ચારરસ્તા, વિજય ચાર રસ્તા પર પણ પાણી ભરાયા છે. અખબાર નગર અંડરપાસ પાણી ભરાતા બંધ કરાયો છે. તથા મીઠાખળી અને પરિમલ અંડરપાસ પણ બંધ કરાતા સ્થાનિકો અટવાયા છે.
નહેરુનગરના ઓજસ એપાર્ટમેન્ટમાં છત ધરાશાયી
નહેરુનગરના ઓજસ એપાર્ટમેન્ટમાં છત ધરાશાયી થતા લોકોમાં ભયનો માહોલ છે. સદનસીબે કોઇ જાનહાની કે ઈજા થઇ નથી, ત્યારે અમદાવાદના વોરાના રોઝા પાસે વરસાદી પાણી ભરાયા છે. તેમાં કેડસામાં પાણીમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર થયા છે. વરસાદના વિરામ બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. જેમાં AMCની પ્રી મોન્સુન કામગીરી પર સવાલો થઇ રહ્યાં છે. તેમજ અસારવા GCS હોસ્પિટલ પાસે પાણી ભરાયા છે. જેમાં GCS હોસ્પિટલની બહાર પાણી ભરાતા મુશ્કેલી સર્જાઇ છે. તેમજ હોસ્પિટલમાં આવતા દર્દી અને તેમના સ્વજનોએને હાલાકી ભોગવી છે. અમદાવાદમાં ઓઢવનું મધુમાલતી આવાસ યોજના પાણીમાં ગરકાવ થઇ છે. જેમાં શહેરમાં વરસેલા વરસાદના કારણે મધુમાલતી આવાસમાં રહેતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. ઘરમાં પણ પાણી અને બહાર પાણી ભરાતા જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ છે. સમગ્ર આવાસ યોજનામાં કેડ સમાણા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે. વરસાદી અને ગટરના પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે.