ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઈન્ટરસેપ્ટર વાનનો ઉપયોગ કરશે

Text To Speech
  • આ પ્રકારની પાંચ એ.આઈ. ઈન્ટરસેપ્ટર મેમો વાન કાર્યરત કરી દેવાઈ
  • ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો આપવાની કામગીરી કરાશે
  • સાંકડા રસ્તા ઉપર એ.આઈ.કેમેરા સાથેની ઈન્ટરસેપ્ટ વાનનો ઉપયોગ કરવામાં આવશે

અમદાવાદ ટ્રાફિક પોલીસે પેટ્રોલિંગ સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે આધુનિક અભિગમ અપનાવ્યો છે. ટ્રાફિક નિયમભંગ કરતાં વાહન ચાલકોને મેમો આપવા એ.આઈ. કેમેરાવાળી પાંચ વાન કાર્યરત કરવામાં આવી છે. આ વાનમાં 14 પ્રકારના ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો બનશે તે વાહન ચાલકના ઘર સુધી પહોંચતો કરવામાં આવશે.

14 પ્રકારના ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો અપાશે

અમદાવાદ ટ્રાફિક પોલીસ નવા વર્ષથી ટ્રાફિક વધુને વધુ સરળ બને તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઈન્ટરસેપ્ટર વાનનો ઉપયોગ કરવાની છે. જ્યાં સિગ્નલ ન હોય અથવા તો ભારે ટ્રાફિક રહેતો હોય કે પછી ટ્રાફિક જામ થાય તેવા સ્થળોએ પહોંચી જઈને પેટ્રોલિંગ કરવા, ટ્રાફિક નિયમન કરવાની સાથે જ 14 પ્રકારના ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો આપવાની કામગીરી કરાશે. આ પ્રકારની પાંચ એ.આઈ. ઈન્ટરસેપ્ટર મેમો વાન કાર્યરત કરી દેવાઈ છે.

સાંકડા રસ્તા ઉપર એ.આઈ.કેમેરા સાથેની ઈન્ટરસેપ્ટ વાનનો ઉપયોગ કરવામાં આવશે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા તેમજ જીંદગી બચાવી શકાય તે પ્રકારની કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસ સજજ બની છે. હેલ્મેટ પહેરેલી ન હોય, ઓવર સ્પીડ, સ્ટોપલાઈન ભંગ, બીઆરટીએસ રૂટમાં ઘુસવું, નંબર પ્લેટ ન હોય, ટ્રાફિક સિગ્નલ ભંગ, ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ ફોન ઉપર વાતચિત, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, નો-પાર્કિંગ નિયમ ભંગ, આડેધડ પાર્કિંગ, સીટ બેલ્ટ ન બાંધવો, ફ્રી લેફ્ટ ટર્ન બ્લોક કરવો, કારમાં ડાર્ક ફિલ્મ લગાવવામાં આવી હોય તેવા મુદ્દે પાંચ ઈન્ટરસેપ્ટર ઈ-મેમાં તૈયાર કરશે. વાહન જેના નામે હશે તેના ઘરે મેમો પહોંચતા થશે. અમદાવાદમાં હાલ 212 સર્કલ ઉપર સીસીટીવી છે. પરંતુ કેમેરા અસરકારક નથી તેવા શીવરંજની, શ્યામલ, સોલા, ગોતા, ઈસ્કોન અને પકવાન સર્કલ તેમજ નાની ગલીઓ, સાંકડા રસ્તા ઉપર એ.આઈ.કેમેરા સાથેની ઈન્ટરસેપ્ટ વાનનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો: વડોદરા:આજવા ઝૂ આસપાસ દીપડા ફરતા હોવાથી CCTV કેમેરા મૂકવા પડયા

Back to top button