અમદાવાદ ટ્રાફિક પોલીસે લોન્ચ કરી આ એપ્લિકેશન, જે ટ્રાફિકમાં બચાવશે તમારો સમય
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી પહેલ શરુ કરાઈ છે. જેમાં શહેરના ટ્રાફિકથી અસરગ્રસ્ત રહેતા વિસ્તારોમાં વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન મારફતે ટ્રાફિક પોલીસકર્મી પોતાની ફરજના સ્થળના તમામ અપડેટ પબ્લિક સુધી પહોંચાડી શકે તે હેતુથી બનાવવામાં આવી છે. “રોડ ઇઝ ” નામની એપ્લિકેશન થી પોલીસ તમામ અપડેટ શહેરીજનો સુધી પહોંચાડવા google મેપ દ્વારા મદદરૂપ બનશે.
આ પણ વાંચો : ઝારખંડના ધનબાદમાં ગેસ સિલિન્ડર ફાટતા ફ્લેટમાં આગ લાગી : 3 બાળક, 10 મહિલા સહિત 14 ના મોત
ઉલ્લેખનીય છે કે google મેપ દ્વારા ટ્રાફિક જામ વૈકલ્પિક માર્ગ અને ટ્રાફિકગ્રસ્ત એરીયા કે વેધર અંગેની જાણકારી પણ એપ્લિકેશનની મદદથી પબ્લિકને મળી રહેશે. આ અગાઉ દિલ્હી,ચેન્નાઇ કોયમ્બતુર અને બેંગલોર જેવા સિટીમાં પણ એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. જેનાથી ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયમનમાં સરળતા રહે છે. સાથે પબ્લિકને પણ વાહન કયા રસ્તા ઉપર થી ચલાવવા તે અંગે સમયસર માહિતી મળી રહે છે.
આ અંગે DCP પૂર્વ ટ્રાફિક પોલીસ વિભાગના એક અધિકારી જણાવે છે કે, આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં નેવીગેશન માટે લોકો ગુગલ મેપનો ઉપયોગ કરે છે આ સંદર્ભને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ અને લેપટોપ કંપનીએ સંયુક્ત રીતે રોડ ઈઝ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. જેથી ટ્રાફિકના કર્મીઓ ટ્રાફિકજામ થવાના બનાવો બને, ત્યારે અપડેટ આપશે જે અપડેટ ગુગલ મેપમાં લાઈવ થશે અને જેથી કરીને તે રોડ પરથી પસાર થતાં લોકોને ગુગલ ઓટો મેટીક ડાઈવર્ઝન આપશે. ઘણીવાર એવું થતું હોય છે કે રોડ પર આવીને ફસાય પછી લોકોને ખબર પડતી હોય છે કે અહીં ટ્રાફિક જામ છે જેના સોલ્યુશનના ભાગરૂપે અમે આ એપ્લિકેશન લોન્ચ કરી રહ્યાં છીએ જેથી લોકોને અગાઉથી જ ડાયવર્ઝન મળી જાય અને તેમને ટ્રાફિક જામમાં ફસાવું ના પડે અને સમયનો બચાવ થાય.