ગુજરાત

ગુજરાત DGP વિકાસ સહાયના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં

Text To Speech
  • પોલીસ જવાનોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા માટે સ્પેશિયલ ડ્રાઇવ
  • હેડ ક્વાર્ટર ખાતે પોલીસની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું
  • સરકારી ગાડી ચલાવતા ડ્રાઈવર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે

ગુજરાત DGP વિકાસ સહાયના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં છે. જેમાં અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનાર પોલીસ જવાનો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમાં DGPના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં છે .પોલીસ હેડ ક્વાર્ટરમાં ડ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાંથી અમેરિકન નાગરિકોને ઠગતું કોલ સેન્ટર ઝડપાયું 

સરકારી ગાડી ચલાવતા ડ્રાઈવર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે

પોલીસની સરકારી ગાડી ચલાવતા ડ્રાઈવર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત DGP વિકાસ સહાયના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે. જેમાં હવે પોલીસ જ પોલીસ જવાનોને કાયદાનું ભાન કરાવી રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે પોલીસ જવાનોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા માટે સ્પેશિયલ પોલીસ ડ્રાઇવ કરવામાં આવી.

આ પણ વાંચો: અમદાવાદમાં લાઇસન્સ વગર હથિયાર વેચવાના કૌભાંડમાં પોલીસે ત્રણ આરોપી ઝડપ્યા 

હેડ ક્વાર્ટર ખાતે પોલીસની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા પોલીસ જવાનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની સરકારી ગાડી ચલાવતા ડ્રાઈવર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તો ટ્રાફિકના નિયમો માત્ર જનતા માટે નહીં પોલીસે પણ ચુસ્ત પાલન કરવું પડશે. ટ્રાફિક એસીપીની અધ્યક્ષતામાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button